...
   

કોહલીની ધરપકડ કરવામાં આવી હતી…ઘરે અંદરથી એવું મળ્યું કે પોલીસે સીધો ઝડપી લીધો- જુઓ

આ દિગ્ગજ સેલિબ્રિટીની થઇ હતી ધરપકડ, કરોડો ફેન્સને લાગ્યો આઘાત- જુઓ

બોલિવુડ અભિનેતા અને બિગબોસ એક્સ કંટેસ્ટેંટ અરમાન કોહલીના મુંબઇ સ્થિત ઘરેથી કથિત રીતે પ્રતિબંધિત માદક પદાર્થો મળતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તેમની ધરપકડ કરી લીધી છે. આ પહેલા શનિવારના રોજ તેના ઘરે NCBએ છાપેમારી કરી હતી અને પૂછપરછ બાદ તેમને હિરાસતમાં લીધા હતા. રીપોર્ટ અનુસાર પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા રવિવારે સવારે કોહલીની ધરપકડ કરવામાં આવી હતી. અરમાન કોહલી સાથે પેડલર રાજૂ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. NCBએ કોહલીના ઘરે છાપેમારી કરી હતી.  તેના ઘરેથી કોકીન Drgમળ્યુુ હતુ.

ઉલ્લેનીય છે કે, મુંબઇની એક અદાલતે અરમાન કોહલીને NCBની એક દિવસની કસ્ટડીમાં મોકલી  દીધો છો. આ ઉપરાંત પેડલર રાજૂ સિંહને પણ એક દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. અરમાન કોહલીની ધરપકડ બાદ એનસીબીા ઝોનલ ડાયેક્ટરે કહ્યુ કે, અરમાન કોહલીની અમેધરપકડ કરી છે. તેમના ઘરેથી કોકિન મળી છે. અરમાન સપ્લાય કરતો હતો અને બીજા નામ તેમાં સામેલ છે જેની તપાસ થઇ રહી છે.

આ રેડ પહેલા NCBએ શુક્રવારે મોડી રાત્રે ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરી હતી. શનિવારે બપોરે NCBએ તેમને મુંબઇની NDPS કોર્ટમાં પેશ કર્યા હતા, જયાં સુનાવણી બાદ 30 ઓગસ્ટ સુધી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ગૌરવની નિશાનદેહી પર મુંબઇના મુલુંડ, ખારધર, વસઇ, બ્રાંદ્રા અને અંધેરી વિસ્તારમાં છાપેમારી કરવામાં આવી રહી છે. એ સંભાવના જતાવવામાં આવી રહી  છે કે કેટલાક વધુ લોકોની ધરપકડ થઇ શકે છે.

અરમાન કોહલી બોલિવુડનો મોટો ચહેરો છે અને તેણે 17થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. અરમાન કોહલી બિગબોસના 7માં સિઝનમાં સામેલ થયા હતા. ઘરમાં તેઓના ગુસ્સૈલ વ્યવહારને કારણે કેટલાક દિવસો માટે નિષ્કાસિત પણ કરવામાં આવ્યા હતા. બિગબોસ શોમાં કંટેસ્ટેંટ તરીકે સામેલ થયેલ અરમાન કોહલીને અવૈદ્ય શરાબ રાખવાના આરોપમાં આબકારી વિભાગે ધરપકડ કરી હતી. તેમના ઘરથી મોંઘી સ્કોચ વ્હિસ્કીની 41 બોટલો મળી હતી. નિયમ અનુસાર, કોઇ પણ વ્યક્તિ 12 બોટલોથી વધારે શરાબ ઘરે રાખી શકતા નથી.

આ પહેલા જૂન 2018માં કોહલી પર લિવ ઇન ગર્લફ્રેન્ડ નીરૂ રંધાવા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે પણ પોલિસે તેમની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેમના વિરૂદ્ધ એક ફીમેલ ફેશન ડિઝાઇનર સાથે દુર્વ્યવહાર કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો. કોહલી તેમના કરિયરમાં ત્રણ વાર જેલ જઇ ચૂક્યા છે.

Shah Jina