તો શું મલાઈકા પણ અર્જુન જોડે લગ્ન કરવા જઈ રહી છે? જુઓ તસ્વીરોમાં આખો પરિવાર દેખાયો
ગઈકાલે અભિનેત્રી અમૃતા અરોડાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમૃતાની જન્મ દિવસની પાર્ટની અંદર બોલીવુડના સિતારાઓએ હાજરી આપી હતી. જે અમૃતાના સૌથી નજીકના મિત્રો પણ છે. અમૃતાના જન્મ દિવસની પાર્ટીમાં તેની બહેન મલાઈકા પણ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પહોંચી હતી.
અમૃતાના આ જન્મ દિવસની પાર્ટની અંદર મલાઈકા રોડનો દીકરો અરહાન પણ પોતાની માતા સાથે જોવા મળ્યો હતો.
મલાઈકા સાથે તેના દીકરા ઉપરાંત તેના માતા-પિતા પણ જોવા મળ્યા હતા. તો મલાઈકાના માતા-પિતા, દીકરા સાથે અર્જુન કપૂરને પણ અમૃતાના ઘરની બહાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.
અર્જુન કપૂર મલાઈકાના પરિવારને છેક બહાર સુધી છોડવા માટે આવ્યો હતો. જેની તસવીર પણ કેમેરામાં કેદ થઇ હતી.
આ દરમિયાન મલાઈકાના હાથની અંદર ફૂલોનો બંચ પણ જોવા મળ્યો હતો. મલાઈકા અને અર્જુન મલાઈકાના માતા પિતા અને દીકરાને કારમાં બેસાડતા જોવા મળ્યો હતો.
અર્જુન કપૂર માત્ર મલાઈકા અરોડાના જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારની એકદમ નજીક છે. પાર્ટી બાદ મલાઈકાનો દીકરો અરહાન પણ તેની સાથે જ ઘરે જવા રવાના થયો.
આ ઉપરાંત અમૃતાના જન્મ દિવસની પાર્ટીની અંદર તેની ખાસ બહેનપણી કરીના કપૂર પણ હાજર રહી હતી. કરીના પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ પાર્ટીમાં પહોંચી હતી.
તો ઉપરાંત આ જન્મ દિવસની પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ હાજર રહી હતી. મલાઈકાએ આ પાર્ટીની અંદરની તસવીર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન કપૂર નવા વર્ષની ઉજવણી કરવા માટે જયારે ગોવા ગયા હતા ત્યારે ગોવામાં અમૃતાના શાનદાર વીલામાં જ તે બંને રોકાયા હતા. અર્જુન કપૂરે ત્યાંથી ઘણી તસવીરો પણ શેર કરી હતી.