અર્જુન કપૂરે 13 મહિનામાં જ અધધધધ કરોડોનું નુકશાન કરી દીધું, હવે નથી રહ્યો ગર્લફ્રેન્ડ મલાઇકાનો પાડોશી

48 વર્ષની મલાઇકા અરોરાથી ‘દૂર’ થયો પ્રેમી અર્જુન કપૂર, અધધધ કરોડો રૂપિયાનું નુકશાન કરી બેઠો

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તાજેતરમાં જ તેની લેડી લવ મલાઈકા અરોરાના ઘર પાસે 4BHK ફ્લેટ ખરીદ્યો હતો. જો કે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અર્જુન કપૂરે હવે આ ફ્લેટ વેચી દીધો છે. અર્જુને ગયા વર્ષે આ પ્રોપર્ટી ખરીદી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેતાએ બાંદ્રા વેસ્ટની 81aureate બિલ્ડિંગમાં 20 કરોડ રૂપિયામાં આ પ્રોપર્ટી ખરીદી હતી. અર્જુન કપૂરે હવે આ 4364 ચોરસ ફૂટનો ફ્લેટ 16 કરોડ રૂપિયામાં વેચ્યો છે. ફ્લેટના વેચાણ દસ્તાવેજની નોંધણી 19 મેના રોજ કરવામાં આવી હતી. આ દસ્તાવેજો પર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે સહી કરી હતી. અર્જુન કપૂર હાલમાં જુહુના રહેજા ઓર્કિડમાં રહે છે. મલાઈકાનો 81aureate બિલ્ડિંગમાં ફ્લેટ છે.

મલાઈકા ઉપરાંત કરણ કુન્દ્રા અને સોનાક્ષી સિન્હાનો પણ આ જ બિલ્ડિંગમાં ફ્લેટ છે.દુઃખની વાત એ છે કે અર્જુને આ ઘર ખોટ ખાઇ વેચ્યુ છે. અર્જુન કપૂરે પોતાનો ફ્લેટ શા માટે વેચ્યો તે જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાનો ફ્લેટ 16 કરોડમાં વેચ્યો છે. જ્યારે તેણે આ ઘર લગભગ એક વર્ષ પહેલા 20 કરોડમાં ખરીદ્યું હતું. જેને તેણે 4 કરોડના નુકસાનમાં વેચ્યો છે. અર્જુનનું આ ઘર સમુદ્ર તરફનું હતું, જ્યાંથી વરલી સી-લિંકનો સુંદર નજારો જોઈ શકાય છે. તેમાં સ્પાથી લઈને લાઈબ્રેરી, પૂલ અને મિની ગોલ્ફ કોર્સ સુધીની ઘણી લક્ઝરી સુવિધાઓ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. ફિલ્મમાં જોન અબ્રાહમ, તારા સુતારિયા અને દિશા પટની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 29 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જોન અને અર્જુન કપૂર વચ્ચે જોરદાર ફાઈટ સિક્વન્સ પણ જોવા મળશે. અર્જુનને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.આ સિવાય તેની પાસે બીજી પણ કેટલીક ફિલ્મો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અર્જુન કપૂરની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ તેમાંથી કોઈ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી.

caknowledge.com મુજબ, અર્જુન કપૂરની કુલ સંપત્તિ અત્યારે (2022) 74 કરોડની આસપાસ છે. તે એક ફિલ્મ માટે 5થી7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. પ્રોફેશનલ લાઇફ સિવાય અર્જુન કપૂર તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણો ચર્ચામાં છે. તે છેલ્લા ચાર-પાંચ વર્ષોથી મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. હાલમાં જ કપલ અર્જુન કપૂરનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા લવ ઓફ સિટી પેરિસમાં વેકેશન પર ગયા હતા. આ કપલની એક સાથે ઘણી તસવીરો વાયરલ થઈ હતી.

ઘણા ચાહકો બંનેની જોડીને ઘણી પસંદ કરે છે. પરંતુ મલાઇકા અને અર્જુનની ઉંમરમાં વધુ તફાવત હોવાને કારણે કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરતા હોય છે. જો કે, ટ્રોલિંગથી કપલને કોઇ ફરક પડતો નથી. અવાર નવાર મલાઇકા અને અર્જુન ઇવેન્ટ કે પછી લંચ-ડિનર ડેટ પર સ્પોટ થતા હોય છે. આ ઉપરાંત તેઓ વેકેશન પર અવાર નવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by 81 Aureate (@81aureate)

Shah Jina