અર્જુન કપૂરે લેન્ડ રોવર ડિફેન્ડર પછી કરોડોની કિંમતની મર્સિડીઝ-મેબેક જીએલએસ 600 ખરીદી, મલાઈકાને જલસા પડી જશે

મલાઈકાના પ્રેમીએ ખરીદી મર્સિડીઝની નવી લક્ઝરી ગાડી, કિંમત જાણીને મલાઈકા ભાભીના પણ હોંશ ઉડી જશે

બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર SUVના પ્રેમ માટે જાણીતો છે. તેના ગેરેજમાં લેન્ડ રોવર ડિફેન્ડરને શામેલ કર્યાના થોડા મહિના પછી અર્જુને ફરી એક નવી લક્ઝરી ગાડી ખરીદી છે. અભિનેતા મર્સિડીઝ-મેબેક જીએલએસ 600ના માલિક બની ગયા છે. આ વર્ષની શરૂઆતમાં અર્જુનને રણવીર સિંહની મર્સિડીઝ-મેબેકમાં સવારી કરતો જોવા મળ્યા હતા અને એવું લાગતું હતું કે તે કારથી ખૂબ પ્રભાવિત થયા હતા. તો હવે તેણે આ ગાડીને પોતાના ગેરેજમાં શામેલ કરી દીધી હતી.

આ લક્ઝરી ગાડીની સુંદરતા એવી છે કે જ્યારે તે રસ્તા પર આવે છે ત્યારે દરેકની નજર તેના પર ટકી જતી હોય છે. પરંતુ આ સુંદર સવારીનો આનંદ માણવા અર્જુન કપૂરે મોટી કિંમત ચૂકવી છે. આ ગાડીની કિંમત 2.43 કરોડ છે. અર્જુનની નવી સવારી મોનોટોન કેવાન્સાઇટ બ્લુ શેડની છે. જેનો નંબર 2911 છે જે તેના પિતા બોની કપૂર અને બહેન અંશુલા કપૂરની જન્મ તારીખ છે – અનુક્રમે 29 ડિસેમ્બર અને 11 નવેમ્બર. આ નંબર પ્લેટ જોઈને સ્પષ્ટ થાય છે કે અર્જુન માત્ર ગાડીઓને જ નહીં પરંતુ તેના પરિવારને પણ પ્રેમ કરે છે.

Mercedes-Maybach GLS 600 4MATIC દરેક રીતે શાનદાર અને ભવ્ય છે. મર્સિડીઝ-મેબેક બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવેલી આ પહેલી SUV છે. ફ્લેગશિપ મોડેલ આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2021માં માત્ર 50 યુનિટ વેચાયા હતા.

ડિઝાઇનની દ્રષ્ટિએ ગાડીના બમ્પર અને બાજુઓ ખૂબ ભારે ક્રોમ ઇન્સર્ટ્સ સાથે છે. કારમાં એલઇડી હેડલેમ્પ્સ, 22-ઇંચ એલોય વ્હીલ્સ અને રીગલ ઓલ-ક્રોમ મેબેક ગ્રિલ લગાવામાં આવ્યું છે. આ કારમાં મહત્તમ ચાર લોકોની બેઠક ક્ષમતા છે, જેમાં અલગ અલગ બેઠકો છે જે કમ્ફર્ટેબલ આરામ આપે છે.

કારમાં ઇલેક્ટ્રોનિક પેનોરેમિક સ્લાઇડિંગ સનરૂફ, નવી MBUX ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3 ઇંચની ડબલ સ્ક્રીન ડિસ્પ્લે સાથે મસાજ કરવા વાળી સીટ રાખવામાં આવી છે. આ કાર ‘હે મર્સિડીઝ’ વોઈસ કમાન્ડ સિસ્ટમ સાથે આવે છે. લક્ઝરી બીસ્ટ 4.9સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે.

આ દરમ્યાન વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’માં જોવા મળશે, જેમાં સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. તેની પાસે પાઇપલાઇનમાં બીજી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ પણ છે.

Patel Meet