મલાઇકથી 12 વર્ષ નાના પ્રેમીએ પ્રેમિકા મલાઈકાને માલદીવમાં આપ્યું રોમાન્ટિક સરપ્રાઈઝ, આવું તમે જિંદગીમાં નહિ જોયું હોય જુઓ વીડિયો
બૉલીવુડ અભિનેતા અર્જુન કપુર અને તેની પ્રેમિકા મલાઈકા અરોરા હાલમાં માલદીવમાં વેકેશનનો આનંદ ઉઠાવી પરત ફર્યા છે, જ્યાંથી તેમને વેકેશનનો એક રોમાન્ટિક વિડિયો પણ શેર કર્યો છે. અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર સોમવારે આ રોમાન્ટિક વીડિયો શેર કર્યો હતો. જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં મલાઈકા અને અર્જુન કપૂર બીચ પર ડિનર પછી વોક કરી રહ્યાં છે. અર્જુન કપૂર આગળ વધી રહ્યો છે અને મલાઈકા અરોરા તેની પાછળ રોમેન્ટિક સ્ટાઈલમાં ચાલી રહી છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા યલો ગાઉનમાં જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયો શેર કરવાની સાથે અર્જુન કપૂરે એક શાનદાર કેપશન પણ આપ્યું છે.
View this post on Instagram
અર્જુન કપૂરે લખ્યું છે કે, “મલાઇકા અરોરા એક વાઇબ છે… અને તે ફ્લીક પર છે!” આ વીડિયોમાં રેતી પર બનેલું એક મોટું હાર્ટ દેખાઈ રહ્યું છે જેની આસપાસ દીવા, મીણબત્તીઓ અને લાઈટો પ્રગટાવવામાં આવી છે. આ વિશાળ હાર્ટની વચ્ચે એક ટેબલ અને બે ખુરશીઓ મૂકવામાં આવી છે. કેટલાક દીવા ટેબલ પર પણ મૂકવામાં આવ્યા છે.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં હાર્ડી સંધુનું ગીત વાગી રહ્યું છે. અર્જુન કપૂરે શેર કરેલા આ રોમેન્ટિક વીડિયો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયોને ચાહકો અદ્ભુત કહી રહ્યા છે અને બંનેની જોડી સુંદર. એક યુઝરે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને પૂછ્યું કે “તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે.”
આ ઉપરાંત અભિનેતા સિકંદર ખેરે આ વીડિયોની નીચે કોમેન્ટ કરી અને લખ્યું, “આશા છે કે તમે લોકોએ તમારા પગને ઇલેક્ટ્રિક શોક નહીં આપ્યો હોય.” અન્ય એક યુઝરે લખ્યું કે “હવે તમારે પણ તમારા હાથ પીળા કરવા જોઈએ.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા સોમવારે માલદીવથી પરત ફર્યા હતા. તેઓ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને વેકેશન એન્જોય કર્યું. તેણે તેના ચાહકો માટે માલદીવની રજાઓની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
View this post on Instagram
આ પહેલા બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પાણીની નીચે વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. મલાઈકા અને અર્જુન પૂલની અંદર સાઈકલ ચલાવતા જોવા મળ્યા હતા.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. બંને ઘણી વખત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં છે.
View this post on Instagram
હાલમાં જ બંને માલદીવમાં રજાઓ મનાવતા જોવા મળ્યા. મલાઈકા અને અર્જુન કેમેરાથી દૂર માલદીવના પટિના આઈલેન્ડ પર આરામની પળો વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ આ કપલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમના ઘણી તસવીરો શેર કરી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરંતુ આ તસવીરોની ખાસ વાત એ છે કે બંનેએ સાથે કોઈ તસવીર શેર કરી નથી.
View this post on Instagram
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે માલદીવ ગયા હતા. જ્યાં તેમણે રોમેન્ટિક વેકેશન વિતાવ્યું હતું. બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ઘણા વીડિયો શેર કર્યા હતા. ઈન્ટરનેટ પર તાપમાન વધાર્યા બાદ હવે મલાઈકા અને અર્જુન મુંબઈ પરત ફર્યા છે. માલદીવમાં છેલ્લા 4 દિવસથી વેકેશન માણી રહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે મુંબઈ પરત ફર્યા છે.
View this post on Instagram
બંને એરપોર્ટ પર ખૂબ જ શાનદાર અવતારમાં જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેની સ્ટાઈલ જોવા જેવી હતી. દર વખતની જેમ અર્જુન ઓલ ઈન બ્લેક લૂકમાં જોવા મળ્યા હતા અને બ્લેક કલરની ટોપી પહેરી હતી સાથે ચશ્મા પણ પહેરેલા હતા. જ્યારે મલાઈકાએ ફરી બધી લાઇમલાઈટ ચોરી લીધી હતી. આ દરમ્યાન મલાઈકા અરોરા રિપ્ડ જીન્સ, બ્રેલેટ પર જેકેટ પહેરેલું જોવા મળી રહ્યું હતું. અને હંમેશની જેમ તેની સ્ટાઈલ બધાને પસંદ આવી હતી. સાથે જ કોરોનથી બચવા માટે માસ્ક પણ પહેરેલું હતું.
View this post on Instagram