ખરખરો કરવા અર્જુન કપૂર-મલાઈકા અરોરા, આ લુકમાં આવ્યા નજર- જુઓ PHOTOS
બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર હાલ દુઃખોનો સામનો કરી રહ્યો છે. ગઈકાલે 9 સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમારનો જન્મ દિવસ પણ હતો છતાં તેના ચહેરા ઉપર જન્મ દિવસની ખુશી નહોતી, કારણ કે બે દિવસ પહેલા જ તેની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાલ તેના ઘરમાં પણ શોકનો માહોલ છે અને બોલીવુડના સિતારાઓ તેના સાંત્વના આપવા માટે પણ પહોંચી રહ્યા છે.
આ બધા વચ્ચે જ અભિનેતા અર્જુન કપૂર પણ તેની પ્રેમિકા મલાઈકા અરોરા સાથે અક્ષય કુમારના ઘરે તેના દુઃખમાં સહભાગી થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મલાઈકા અને અર્જુન કપૂરને અક્ષયના ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા.
મલાઈકા અક્ષયના ઘરે પહોંચતા પહેલા કારમાં સ્પોટ થઇ હતી. તેને સફેદ રંગનો ટ્રેક સૂટ પહેર્યો હતો, સાથે ચહેરાને માસ્કથી કવર પણ કરી રાખ્યો હતો. મલાઈકાની આંખોમાં પણ ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહી હતી.
તો અર્જુન કપૂર પણ અક્ષયના ઘરની બહાર કારમાં સ્પોટ થયો હતો. અર્જુન કપૂરે પણ સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો અને ચહેરા ઉપર માસ્ક પહેરી રાખ્યો હતો.
અક્ષય કુમારના ખાસ દોસ્ત અને બિગ બોસ ઓટિટિના હોસ્ટ કરણ જોહર પણ અક્ષય કુમારના ઘરની બહાર કારની અંદર સ્પોટ કરવામાં આવ્યો હતો.
અક્ષય કુમાર તેની માતાના નિધનથી તૂટી ચુક્યો છે. આ દરમિયાન બોલીવુડના ઘણા બધા સિતારાઓ ક્ષયને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 8 સપ્ટેમ્બરના રોજ મુંબઈની હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું. તેમની તબિયાર છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી અને ત્યારબાદ તેમને આઇસીયુમાં છેલ્લા શ્વાસ લીધા.