ઘરમાં નોકરાણી સાથે કેવી રીતે પેશ આવે છે કપિલ શર્મા શોની જજ અર્ચના પૂરણ સિંહ, વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ આવ્યુ વર્તન

શો પર જોર જોરથી હસ્તી અર્ચના ઘરમાં નોકરાણી સાથે કરે છે આવું વર્તન, વીડિયો જોઈને સ્તબ્ધ dથઇ જશો

‘ધ કપિલ શર્મા શો’માં પોતાની ગાદી જમાવનાર અર્ચના પૂરણ સિંહને કોણ નથી જાણતુ. અભિનેત્રીથી લઇને જજ સુધી અને હવે કપિલના કોમેડી શોમાં ગાદી પર વિરાજમાન અર્ચનાના સફરથી બધા વાકેફ છે. અર્ચના પૂરણ સિંહ લાંબા સમયથી મનોરંજન જગતનો ભાગ છે. રોલ ભલે અલગ અલગ રહ્યા હોય પણ તે લોકોની નજરની સામે રહી છે. પણ શું તમે જાણો છો કે અર્ચના તેના ઘરની નોકરાણી સાથે કેવી રીતે પેશ આવે છે.

ઇન્સ્ટાગ્રામ પર અર્ચનાના ઘણા વીડિયો એવા છે જેમાં તેની કામવાળી ભાગ્યશ્રી જોવા મળે છે. તેણે લોકડાઉન દરમિયાન ભાગ્યશ્રી સાથેના ઘણા વીડિયો શેર કર્યા હતા. જે વાયરલ પણ થયા હતા. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અર્ચનાના તેની કામવાળી પ્રત્યેના વર્તનને લઇને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રી અને તેની કામવાળી આ વીડિયોમાં ખૂબ જ હસતા અને મિમિક્રી કરતા જોવા મળે છે. અર્ચના તેને પૂછે છે કે આ શબ્દ તુ ક્યાંથી શીખી છે,

જેના પર ભાગ્યશ્રી હસતા હસતા કહે છે કે તમને સાંભળીને થોડુ થોડુ શીખી રહી છું. તે બાદ તે અંગ્રેજીથી જોડાયેલ એક કિસ્સો સંભળાવે છે અને તે સાંભળી બધા હસી પડે છે. ભાગ્યશ્રી બ્યુટી પાર્લરની વાત કરતા પેડિક્યોરને પેડીગ્રી(pedigree) કહી દે છે અને ચે બાદ અર્ચના અને તેનો દીકરો હસી પડે છે. પછી અર્ચના પણ તેની સાથે મસ્તી મજાક કરે છે. અર્ચના જ્યારે પણ તેની નોકરાણીનો વીડિયો શેર કરે છે ત્યારે લોકો પ્રશંસાના પુલ બાંધવા લાગે છે.

ભાગ્યશ્રી અને અર્ચનાના વીડિયો જોઇ લોકો કમેન્ટ સેક્શનમાં ઘણો પ્રેમ વરસાવે છે. લોકો એ વાતની પ્રશંસા કરે છે સ્ટાર હોવા છત્તાં પણ અર્ચના તેની નોકરાણીનું ધ્યાન રાખે છે અને તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરે છે. અહીં સુધી કે તેના દીકરા પણ બહેનની રીતે નોકરાણીને ટ્રીટ કરે છે.

Shah Jina