બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનના જીવનમાં થઇ ગઈ છે નવી ગર્લની એન્ટ્રી, જલ્દી જ કરવાનો છે લગ્ન, જાણો કોણ છે તે ?

56ની ઉંમરમાં કરશે બીજા લગ્ન, 21 વર્ષનો છે દીકરો આ થનારી દુલ્હનને, વાંચો આખી સ્ટોરી

Arbaaz Khan will get married : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ફરીથી જામી રહ્યો છે, ત્યારે આ બધામાં સામાન્ય માણસ સાથે સેલેબ્સના લગ્નની પણ ઘણી ખબરો સામે આવી રહી છે. આ દરમિયાન બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાનના ઘરમાં પણ શરણાઈઓ બહુ જ જલ્દી સાંભળવા મળવાની છે. કારણ કે સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફરી એકવાર ઘોડીએ ચઢવાનો છે. અરબાઝના પહેલા લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા, પરંતુ બંને વચ્ચે ડિવોર્સ થઇ ગયા અને હવે અરબાઝ ફરી લગ્ન કરશે એવી ખબર સામે આવી છે.

સલમાન ખાનના ઘરમાં ગૂંજશે શરણાઈ :

મલાઈકા અરોરા સાથે છૂટાછેડા બાદ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેના અરબાઝના સંબંધો વિશે અટકળો ઉભી થઈ હતી અને તેઓની બર્થડે કેક શેર કરતી તસવીરો વાયરલ થઈ હતી. થોડા મહિનાઓ પછી, અરબાઝે પણ 2019માં તેના સંબંધની જાહેરાત કરી. તો ગયા વર્ષે સામે આવેલી બ્રેકઅપની અફવાઓ વચ્ચે, કપલે અટકળો પર મૌન સેવ્યું હતું. જો કે, જ્યોર્જિયાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી. તાજેતરના અહેવાલો અનુસાર, અરબાઝ ખાનને ફરી એકવાર પ્રેમ મળ્યો છે, જેણે તેના અંગત જીવનમાં નવો વળાંક લીધો છે.

મેકઅપ આર્ટિસ્ટના પ્રેમમાં પડ્યો :

મીડિયા રિપોર્ટ અનુસાર અરબાઝ ખાન ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે અને આ વખતે તે બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનના પ્રેમમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ પણ જાણવા મળી હતું કે કપલ તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું પણ વિચારી રહ્યું છે. લગ્ન એક ખાનગી સમારંભમાં થવાની ધારણા છે જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહેશે.

ફિલ્મના સેટ પર મુલાકાત :

મીડિયા રિપોર્ટ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે લવબર્ડ્સ પહેલીવાર અરબાઝની આગામી ફિલ્મ “પટના શુક્લા”ના સેટ પર મળ્યા હતા, જે કદાચ આવતા વર્ષે રિલીઝ થવાની છે. શુરા ખાન, તેના ઇન્સ્ટાગ્રામ પર જોવામાં આવે છે, તે બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની માટે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ માટે જાણીતી છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ અરબાઝ અને શૂરા ખાનના પ્રેમ પ્રસંગની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

Niraj Patel