મલાઈકા અને અરબાઝના તલાકને લઈને ખુલ્યું એક સિક્રેટ
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની ફિટનેસને લઇને ખૂબ જ ચર્ચામાં રહે છે, આ સાથે તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે તલાક લીધા બાદ તે આ દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અરોરાએ અરબાઝ સાથેના તલાક પર કેટલાક ખુલાસા કર્યા છે.
અરબાઝ ખાન સાથેના તલાક બાદ મલાઇકાએ 2 વર્ષ બાદ તેની ચુપ્પી તોડી હતી. અરબાઝે ઇન્ટરવ્યુમાં મલાઇકા અને તેમના સંબંધ વિશે વાત કરી હતી. અરબાઝે કહ્યુ- અમે સાથે ઘણા વર્ષો વિતાવ્યા અને યાદો પણ શેર કરી. અમારો એક દીકરો પણ છે, અમે એકબીજાની ઇજ્જત કરીએ છીએ. અમારા વચ્ચે કંઇક એવું હતુ જે કામ ન કરી શક્યુ અને એ જ કારણે અમે અલગ થવાનો નિર્ણય કર્યો.
અરબાઝ પહેલા પણ મલાઇકા અરોરા તેના તલાક સાથે જોડાયેલ ખુલાસા કરી ચૂકી છે. તો, ચાલો જાણીએ મલાઇકાએ અરબાઝ સાથે તલાકને લઇને કયા ખુલાસા કર્યા છે.
મલાઇકા અરોરા કરીના કપૂર ખાનના ચેટ શો “વોટ વુમન વાંટ”માં મહેમાન બનીને આવી હતી. આ રેડિયો શોમાં મલાઇકાએ ઘણા ખુલાસા કર્યા હતા. મલાઇકા અરોરાએ કહ્યુ, તલાકની કોર્ટમાં સુનાવણી પહેલા એક રાત હું મારા પરિવાર સાથે બેઠી હતી. બધાએ મને કહ્યુ કે, એકવાર ફરી આ નિર્ણય પર વિચારી લો, જો તારો છેલ્લો નિર્ણય છે તો અમને ગર્વ છે. તુ એક મજબૂત મહિલાા છે.
ચેટ શોમાં કરીનાએ મલાઇકાને પૂછ્યુ શું સંબંધ તૂટ્યા બાદ ફરી તે જોડાઇ શકે છે ? આ પર મલાઇકાએ કહ્યુ કે, સંબંધ ખત્મ થયા બાદ આગળ વધવું જરૂરી છે. તમને સ્પેસ મળે છે અને કોઇની સાથે બેડ શેર કરવો પડતો નથી.
મલાઇકાએ કહ્યુ, જયારે મેં પહેલી વાર પરિવાર અને મિત્રો સાથે તલાક વિશેે વાત કરી તો બધાએ મને બીજીવાર વિચારવા કહ્યુ. બધા મારી કાળજી કરે છે. કોઇએ મને એવું ના કહ્યુ કે, હા જા કરી લે.
તલાક બાદ વસ્તુઓ બદલે છે અને સમાજનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી મહિલાઓની કરતા પુરુષ સરળતાથી નીકળી જાય છે. હું પુરુષો પર કોઇ આરોપ નથી લગાવતી પરંતુ આ હકિકત છે. આ લગ્નમાં અરબાઝ અને હું બંને ખુશ હતા નહિ અને તેની અસર પરિવારના બીજા સભ્ય પર પડી રહી હતી.
મલાઇકા અરોરાએ કહ્યુ કે, તલાક બાદ કોઇએ પણ તેમની સાથે અલગ વ્યવહાર કર્યો ન હતો. લોકોની આંખોમાં સવાલ જરૂર હતા કે આખરે કેમ આવું કર્યુ ? આ વાત મને પસંદ આવી હતી. મલાઇકાએ કહ્યુ તલાકનો નિર્ણય ઘણો મુશ્કિલ હોય છે અને તેમાં પણ ખાસ મહિલાઓ માટે…
જયારે મલાઇકાને તલાક બાદ મિત્રતાના સંબંધ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ બાળકના લીધે તમારો સંબંધ નોર્મલ થઇ શકે છે પરંતુ કયારેય મિત્ર નહિ બની શકે. અમે સારા મિત્રો નથી પરંતુ અમારો સંબંધ નોર્મલ જરૂર છે.
મલાઇકાએ કરીના કપૂર ખાન સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, અરહાને આ સ્વીકાર કરી લીધુ છે. તે તેના પેરેન્ટ્સમાં બદલાવ જોઇ શકે છે. જયારે મારા અને અરબાઝના છૂટાછેડા થયા તો અરહાને મને કહ્યુ કે, તમે ખૂબ ખુશ લાગી રહ્યા છો.
તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરાએ બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથેે લગ્ન કર્યા હતા. મલાઇકા અને અરબાઝે લગ્નના 19 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો હતો અને છૂટાછેડા લીધા હતા. તલાક બાદ પણ તેઓ કેટલીક પાર્ટી અને ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
મલાઇકા અને અરબાઝ ખાનના છૂટાછેડા 2017માં થયા હતા. મલાઇકાએ અરબાઝ સાથેના તલાકને બદલે એલુમની 10 કરોડ રૂપિયા માંગી હતી. રીપોર્ટ અનુસાર મલાઇકા 10 કરોડ રૂપિયાથી ઓછામાં ડીલ કરવા તૈયાર ન હતી. ત્યાં અરબાઝે એલુમની 15 કરોડ રૂપિયા આપી હતી.
મલાઇકા અને અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. મલાઇકા અને અરબાઝ બંનેની જોડી બોલિવુડની પોપ્યુલર જોડીઓમાંની એક હતી. અરબાઝ સાથેના તલાક બાદ મલાઇકા તેના જીવનમાં આગળ વધી અને તે બાદ તે અર્જુન કપૂરને હાલ ડેટ કરી રહી છે.
અરબાઝ ખાન પણ મલાઇકા સાથેના તલાક બાદ આગળ વધ્યા અને હાલ તેઓ ઇટાલિયન અભિનેત્રી, મોડલ અને ડાંસર જોર્જિયા અંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. મલાઇકા અને અરબાઝ ખાનનો એક દીકરો અરહાન ખાન પણ છે. અરહાન તલાક બાદ મલાઇકા સાથે રહે છે.