આ વ્યક્તિને પાગલ બોલવા પર ભડકી બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા, કહ્યુ- માણસાઇ નથી સમજતા તમે

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તે માત્ર એનિમલ શેલ્ટર હોમ જ ચલાવતી નથી, પરંતુ બેઘર પ્રાણીઓને મદદ કરનારા લોકોને પણ પ્રેરિત કરે છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમને ખબર પડશે કે તે કેટલી મોટી પ્રાણીપ્રેમી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ એક ડોગને પોતાના ખોળામાં પકડીને તેને વળગી રહેતો જોવા મળ્યો હતો. જ્યારે નજીકના એક વ્યક્તિએ આ જોયું તો તેણે તેને ‘પાગલ’ માણસ કહ્યો.

આ પછી, વ્યક્તિ કહે છે કે, ‘શું હું પાગલ છું, મને કહો, શું તમે લોકો મને પાગલ કહો છો ? જે પ્રાણી બોલી શકતું નથી, તમે તેને ઠપકો આપો છો. પ્રાણીઓની સેવા કરવી જોઈએ. આ કંઈ કહી શકતો નથી, પણ તે બધાને ખૂબ પ્રેમ કરે છે.’ આ વીડિયો શેર કરતા અનુષ્કા શર્માએ કહ્યું કે, ‘પાગલ એ લોકો છે જે માનવતા નથી જોતા’.

આ વીડિયો અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, પાગલ તે છે જે માનવતાને નથી સમજતા, તમે તાળીઓના પાત્ર છો. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર આ વ્યક્તિના વખાણ કર્યા હતા જેને નિર્જીવ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે અને તે સમાજમાં આવું શિક્ષણ આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા આ પહેલા પણ ઘણી વખત પ્રાણીઓ માટે પોતાનો અવાજ ઉઠાવી ચુકી છે. તેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા ‘ચકડા એક્સપ્રેસ’ સાથે ત્રણ વર્ષના બ્રેક પછી તેની અભિનય કારકિર્દીમાં પાછા ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન અને મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

Shah Jina