IPS, IAS, ડોક્ટર એન્જીન્યર્સ, CEO પણ શરમાઈ જશે સેલેરી સાંભળીને…ગજબ નસીબ કહેવાય- જુઓ
બોલિવુડની દિગ્ગજ અદાકારા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ બોલિવુડની સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. શાહરૂખ ખાન સાથે “રબને બના દી જોડી”થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અનુષ્કાએ ઘણી ફિલ્મો કરી છે. હવે તો તે પ્રોડ્યુસર પણ બની ગઇ છે. હાલમાં જ તેની વેબ સીરીઝ પાતાલ લોકે ઘણુ નામ કમાવ્યુ.
સફળતાની સીડીઓ ચઢી આજે આ મુકામ પર પહોંચનારી અનુષ્કા શર્મા સાથે તેમનો બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ હંમેશા પડછાયાની જેમ સાથે રહે છે. અનુષ્કા જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે એક વ્યક્તિ તેમની સાથે જ હોય છે. ચાહકો વચ્ચે ફસાવા પર તેમની મદદ કરવાની હોય કે કોઇ મુસીબતથી બચાવવાના હોય, આ વ્યક્તિ એકદમ તૈયાર જ રહેતો હોય છે. ઘરેથી બહાર નીકળવા પર સોનુ બધી મુસીબતોથી અનુષ્કાને બચાવે છે.
સોનુ અનુષ્કા શર્માનો પર્સનલ બોડીગાર્ડ છે જે તેમની સાથે તસવીરોમાં પણ ઘણીવાર નજર આવે છે. અનુષ્કા શર્મા સાથે રહેનાર હટ્ટા કટ્ટા પહેલવાનનું નામ પ્રકાશ છે, જેને તે સોનું નામથી પણ બોલાવે છે. તે અભિનેત્રીની સિક્યોરિટીમાં બિલકુલ પણ ચૂક નથી કરતા. કદાચ જ એવો કોઇ મોકો હશે જયારે સોનુ અનુષ્કા સાથે જોવા નહિ મળે. તે હંમેશા સફારી સૂટમાં નજર આવે છે.
અનુષ્કા શર્મા સોનુને તેમનો ફેમિલી મેંબર માને છે. આ જ કારણ છે કે તે દર વર્ષે સોનુનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. સોનુ અનુષ્કાના લગ્ન બાદ પણ તેમની સુરક્ષામાં સતત હાજર રહે છે. અનુષ્કા અને વિરાટના લગ્ન બાદ સોનુ બંનેને સિક્યોરિટી આપે છે. સોનુ અનુષ્કા શર્મા સાથે ફિલ્મના સેટ પર પણ જોવા મળે છે.
વર્ષ 2018ના કેટલાક મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડને 1.2 કરોડ રૂપિયા વર્ષના આપે છે. સોનુ વિદેશ યાત્રાઓ પર પણ અનુષ્કા શર્મા સાથે રહે છે.