કોઇ અજાણી વ્યક્તિએ બનાવ્યો વિરાટ કોહલીના રૂમનો વીડિયો, અનુષ્કા શર્માનો ગયો પિત્તો, બોલી- કોઇ તમારા બેડરૂમમાં…

અનુષ્કાનો ફૂટ્યો ગુસ્સો, કોહલીના રૂમનો વીડિયો લીક કરવાવાળાને આપી ચેતવણી, કહ્યુ- આ ભૂલનું…

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે અને આ સમયે તે ઓસ્ટ્રેલિયામાં છે પરંતુ ભારત-પાકિસ્તાન સામેની મેચનો હિરો વિરાટ કોહલી જે હોટલમાં રોકાયેલો છે ત્યાં તેની સાથે કંઇક એવું થયુ કે લોકો તેની નિંદા કરી રહ્યા છે. હોટલના સ્ટાફે વિરાટના રૂમનો પરમિશન વગર વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કરી દીધો. આ હરકત બાદ વિરાટની પત્ની અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મનાએ રિએક્ટ કર્યુ છે.તેણે આવી હરકત કરનાર વ્યક્તિને ફટકાર લગાવી છે.

હોટલ સ્ટાફની આ હરકતની વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ નિંદા કરી છે. સૌથી પહેલા વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેનનો બનાવેલ આ વીડિયો શેર કરી ગુસ્સો જાહેર કર્યો હતો. વિરાટ બાદ તેની પત્ની અનુષ્કા શર્માએ ઇન્સ્ટા સ્ટોરી પર કોહલીની પોસ્ટ શેર કરી આ હરકત પર પોતાનો ગુસ્સો નીકાળ્યો છે. અનુષ્કાએ પ્રાઈવસી પર પણ સવાલ ઉઠાવ્યા છે. અનુષ્કાએ પોતાની પોસ્ટમાં લખ્યું – ઘણી વખત આવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે,

જ્યારે ચાહકોએ કોઈ કંપેશન અને ગ્રેસ શો નથી કરી પરંતુ આ વાત સૌથી વાહિયાત છે. આ સહન કરી શકાતું નથી અને જે લોકો એવું વિચારે છે કે જો તમે સેલિબ્રિટી છો તો તમારે ડીલ કરવી પડશે, તો તેમણે જાણવું જોઈએ કે સમસ્યાનું કારણ તમે જ છો. આવા લોકોને સૂચના આપતા અનુષ્કા શર્માએ લખ્યું છે કે પોતાના પર થોડો સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. અનુષ્કાએ પૂછ્યું- જો આ બધું તમારા બેડરૂમમાં થઈ રહ્યું છે તો લાઇન શું છે ?

વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોટલ સ્ટાફ દ્વારા બનાવેલા તેના રૂમનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે વિરાટે પ્રાઈવસીને લઈને એક લાંબી નોટ પણ લખી હતી. વિરાટે લખ્યું- હું સમજું છું કે ફેન્સ તેમના ફેવરિટ પ્લેયરને જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત થઈ જાય છે. તેને મળવા માટે આતુર છું અને મેં હંમેશા તેની પ્રશંસા કરી છે. પરંતુ અહીં આ વિડિયો ડરાવનારો છે અને મારી ગોપનીયતા વિશે અસ્વસ્થતા અનુભવી છે. વિરાટ કોહલીએ આગળ લખ્યું-

જો મને હોટલના રૂમમાં પ્રાઈવસી ન મળી શકે તો હું ક્યાં અને કેવી રીતે કોઈ પ્રકારની પર્સનલ સ્પેસની આશા રાખી શકું. હું આ બાબતથી ઠીક નથી. કૃપા કરીને લોકોની પ્રાઇવસીનો આદર કરો અને તેમને મનોરંજન તરીકે ન ગણો. વિરાટ અને અનુષ્કા શર્માની પોસ્ટ્સે સેલિબ્રિટીઓની પ્રાઈવસી અને પર્સનલ સ્પેસને લઈને ઘણા સવાલો ઉભા કર્યા છે. ઘણા લોકો વિરાટ કોહલીના આ કૃત્યને ડરામણી ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમાં હોટલ મેનેજમેન્ટની મોટી ભૂલ છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

Shah Jina