મનોરંજન

મુંબઈમાં શૂટિંગ સેટ ઉપર નજર આવી અનુષ્કા શર્મા અને કરીના કપૂર, જુઓ તસવીરો

મોટા મોટા પગ અને મેકઅપ વગર જોવા મળી અનુષ્કા શર્મા, કરીના કપૂરની તસવીરો જોઈને ચોંકી જશો

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ ખુબ જ ચર્ચામાં છવાયેલી રહેતી જોવા મળે છે, તે પોતાની બીજી પ્રેગ્નેન્સી બાદ ઘયની જગ્યાએ સ્પોટ પણ થઇ છે, ત્યારે આ દરમિયાન જ કરીનાને મુંબઈની અંદર શૂટિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માને પણ સ્પોટ કરવામાં આવી હતી.

અનુષ્કા શર્મા સોમવારના રોજ સ્નાતાક્રુઝ સ્થિત એક સ્ટુડિયોની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન અનુષ્કા ખુબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે અનુષ્કા થોડા દિવસ પહેલા જ મુંબઈ પરત ફરી છે અને તેના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે

અનુષ્કાના આ દરમિયાન લુકની વાત કરવામાં આવે તો તેને બ્લેક રંગનું ફ્રોક પહેર્યું હતું. અનુષ્કાને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તેને પહેલા કરતા પણ પોતાનું ઘણું બધું વજન ઉતારી લીધું હોય. આ દરમિયાન અનુષ્કાની ઘણી તસવીરો પેપરાજીએ પોતાના કેમેરામાં કેદ કરી.

અનુષ્કાની ક્લિક કરવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને અનુષ્કાના ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. કાલે અનુષ્કા એક બ્રાન્ડના શૂટિંગ માટે બહાર નીકળી હતી, જ્યાંથી તેની ઘણી તસવીરો કેમેરામાં કેદ કરી લેવામાં આવી.

અનુષ્કા બ્લેક ફ્લોરલ ડ્રેસ અને નાના નાના વાળમાં ખુબ જ પ્રેમાળ દેખાઈ રહી હતી. તેની તસવીરો જોઈને તેના ઉપરથી નજર હટાવવી પણ મુશ્કેલ બની રહી હતી. ચાહકો પણ તેની આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

તો ગઈકાલે સોમવારના રોજ કરીના કપૂર ખાનને પણ એક બ્રાન્ડના શુટીંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. કરીના પણ આ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી હતી અને તેની પણ ઘણી તસવીરો પેપરાજીએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

કરીના કપૂર ખાનની સામે આવેલી તસ્વીરોમાં તે ટ્રેક સૂટમાં નજર આવી રહી છે. કરીનાએ આ દરમિયાન ચહેરા ઉપર કાળા ચશ્મા પહેર્યા હતા તો હાથની અંદર કોફી મગ પણ જોવા મળી રહ્યો હતો. કરીનાએ પગમાં વ્હાઇટ સ્નીકર કેરી કર્યા હતા.

અનુષ્કા અને કરીના કપૂરે આ દરમિયાન ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા, અનુષ્કાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ફોટોગ્રાફરોને પોઝ આપતી જોવા મળી રહી છે.