15 વર્ષ પહેલા આવા દેખાતા હતા અનુપમા અને વનરાજ, જુઓ ના જોઇ હોય તેવી અનોખી તસવીરો

ટીવીનો ધમાકેદાર પ્રોગ્રામ ‘અનુપમા’ આ દિવસોમાં TRP લિસ્ટમાં છે. અનુપમાને ચાહકો તરફથી મળેલા પ્રેમને કારણે, મેકર્સ ટૂંક સમયમાં અનુપમાનો પ્રિક્વલ શો ‘અનુપમા-નમસ્તે અમેરિકા’ લઈને આવી રહ્યા છે. અનુપમા પ્રિક્વલની જાહેરાત થઈ ત્યારથી, ચાહકો લાંબા સમયથી આ શોના પ્રથમ લુકની રાહ જોઈ રહ્યા હતા. શોમાં અનુપમા અને વનરાજનો લૂક કેવો હશે, શોનો સેટ કેવો હશે… આવા અનેક સવાલો તેમના મનમાં ઊભા થઇ રહ્યા હતા.

જો તમે પણ જોવા માંગતા હોવ કે અનુપમા 15 વર્ષ પહેલા કેવી દેખાતી હતી અને શાહ હાઉસ કેવું હતું, તો અનુપમા પ્રિક્વલના સેટ પરથી લીક થયેલી આ તસવીરો જુઓ. સૌથી પહેલા અનુપમાનો સુંદર પરિવાર જુઓ. એક તસવીર સામે આવી છે, જેમાં અનુપમા વનરાજ અને તેના બે પુત્રો તોષુ(પારિતોષ) અને સમર સાથે જોવા મળે છે. તસવીરમાં વનરાજ અને અનુપમા થોડા યુવાન બતાવવામાં આવ્યા છે, જ્યારે તોશુ અને સમરના બાળપણના લુક બતાવવામાં આવ્યા છે.

15 વર્ષ પહેલાની તસવીરમાં અનુપમા અને વનરાજ શાહ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંનેનો લુક પણ બદલાયેલો છે. પીળી સાડી અને ખુલ્લા વાળમાં અનુપમા એકદમ માસૂમ લાગી રહી છે. તસવીરમાં 15 વર્ષ પહેલાનુ શાહ હાઉસ પણ ઘણુ બદલાયેલુ જોવા મળી રહ્યુ છે. આ તસવીરમાં જૂના જમાનાનું ટીવી બતાવવામાં આવ્યું હતું, સાથે જ સોફા પણ જૂની સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે.

ઘરના આંગણાની પણ એક તસવીર સામે આવી છે, જેમાં ઘરના આંગણામાં તુલસીના છોડની સામે રાધા-કૃષ્ણનું એક મોટું પોસ્ટર દેખાય છે. 15 વર્ષ પહેલા પણ બા ઝુલા પર ઝૂલતી જોવા મળતી. માત્ર એટલો જ તફાવત છે કે આ ઝૂલો થોડો નાનો છે. અનુપમા અને વનરાજના બેડરૂમની તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં બધું એકદમ અલગ જ લાગી રહ્યુ છે.

અનુપમા અને વનરાજની જે તસવીર સામે આવી છે, તેમાં વનરાજની મૂછો જોવા મળી ન હતી, અનુપમાનો દેખાવ પણ ઘણો અલગ લાગી રહ્યો છે. અનુપમાના ચહેરા પર જે રીતે માસૂમતા જોવા મળી રહી છે, 15 વર્ષ પહેલા પણ તેના ચહેરા પર એવી જ સાદગી હતી. ખાસ વાત એ છે કે આ વસ્તુ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના ફોટામાં પણ દેખાઈ રહી હતી.અનુપમાની પ્રિક્વલ ટૂંક સમયમાં OTT પર આવવાની છે.

જેમાં અનુપમાના 15 વર્ષ પહેલાના જીવનની વાર્તા બતાવવામાં આવશે. આ દરમિયાન તેનો લુક કેવો હશે તેને લગતી કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી સિરિયલમાં રૂપાલી ગાંગુલી અને સુંધાશુ પાંડેનું યંગ વર્ઝન બતાવવામાં આવશે.

શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર બતાવવામાં આવશે અને તેનું નામ અનુપમા – નમસ્તે અમેરિકા હશે. જો કે, આ સીરિયલ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જ્યારથી દર્શકોને ખબર પડી કે અનુપમાની પ્રિક્વલ બતાવવામાં આવશે, ત્યારથી તેઓ તેના લોન્ચની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina