અનુપમા શોનો દબદબો ટીઆરપીમાં બનેલો છે. શો પહેલા દિવસથી દર્શકોનો ફેવરેટ બનેલો છે. અનુપમા ધારાવાહિકમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીની દમદાર એક્ટિંગ લોકોનું દિલ જીતી રહી છે. અનુપમા શોએ સાસ-વહુ ડ્રામા હોય કે રિયાલિટી શો, બધાને પાછળ છોડી અને પોતાની નંબર વન પોઝિશન બનાવેલી છે. આ દિવસોમાં શોની કહાની અનુપમા અને અનુજ પર આધારિત છે. એક બાજુ જયાં વનરાજ અને કાવ્યાના છૂટાછેડા થવા જઇ રહ્યા છે, ત્યાં બીજી બાજુ અનુપમાને પણ હવે ધીરે ધીરે અનુજ સાથે પ્રેમ થઇ રહ્યો છે. અનુપમાને અનુજ સાથેના પ્રેમનો અહેસાસ થઇ ગયો છે. પ્રેમનો અહેસાસ થયા બાદથી અનુપમા ઘણી ખુશ છે. તે બસ હવે એ વિચારી રહી છે કે તે કેવી રીતે તેના દિલની વાત અનુજને કહે.
હવે આ બધા વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અનુજ અને અનુપમા જોવા મળી રહ્યા છે. અનુપમા અનુજના પ્રેમમાં દીવાની થઇ ગઇ છે. તે ના તો પોતાની ખુશી કોઇનાથી છૂપાવી રહી છે અને ના તો તે પ્રેમનો બરાબર ઇઝહાર કરી રહી છે. એવામાં અનુપમા અનુજથી વાતો વાતોમાં રોમેન્ટિક થઇ જાય છે, જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, અનુજ ફોનમાં કંઇ જોઇ રહ્યો હોય છે અને ત્યારે જ પાછળથી અનુપમા આવે છે અને અનુજ જોઇને તે ડાંસ કરવાનું શરૂ કરી દે છે.
અનુપમા “દિલકશ થી વો શામ પહેલે પહલ જબ તુમસે મિલી થી નજર” ગીત પર ડાંસ કરતી જોવા મળી રહી છે. ત્યારે અનુજની નજર અનુપમા પર પડે છે અને તે અનુજના નજીક આવી જાય છે. આ વીડિયોને રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યુ છે- અનુપમાનો હાલ અને તેના દિલનો હાલ તે સમયે.. કારણ કે #MaAn ડે.
View this post on Instagram
શોની વાત કરીએ તો, તમે જોયું કે બાપુજી અનુપમાને અનુજ કાપડિયાની સંભાળ રાખવા માટે અનુજના ઘરે રહેવા કહે છે. આમ કરતાં અનુપમા થોડી અચકાય છે. પછી બાપુજી અનુપમાને સમજાવે છે અને તે આમ કરવા સંમત થાય છે. અનુપમા અનુજની સંભાળ લેવા તેના ઘરે જાય છે અને તેના કપડાં બેગમાં રાખે છે. તે વિચારોમાં અનુજ વિશે વિચારે છે. જેવી તે બેગ લઈને અનુજના ઘરમાં પગ મૂકે છે કે તરત જ તેના પગ નીચે એક ફોટો આવી જાય છે. આ ફોટો કોનો છે, તે હજુ સુધી બતાવવામાં આવ્યું નથી, પરંતુ એટલું તો તમે સમજો છો કે આ તસવીર માલવિકાની છે. આ માલવિકા એ છે જે અનુજ માટે પ્રેમ અને મિત્રતા કરતા પણ વધારે છે.