ટીવીની અનુપમા પર પણ ચઢ્યો ટ્રેંડનો ખુમાર, ‘કચ્ચા બદામ’ ગીત પર બનાવી એવી રીલ કે જોઇ થઇ જશો ફેન – જુઓ વીડિયો

‘કચ્ચા બદામ’ ગીતે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી છે. આ ગીત પર સામાન્ય લોકો અને સેલેબ્સ તેમનો ડાન્સ કરતો વીડિયો શેર કરી રહ્યાં છે. આ દિવસોમાં કચ્ચા બદામ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા છે અને હવે ચાહકોની પ્રિય અનુપમા પણ  આ લિસ્ટમાં જોડાઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રૂપાલી ગાંગુલીએ ‘કચ્ચા બદામ’ પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં તેણે પીળા રંગનો સુંદર સલવાર સૂટ પહેરેલી જોવા મળી રહી છે.

તેણે આ લુક સાથે ખુલ્લા વાળ રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી સાથે એક છોકરો પણ જોવા મળી રહ્યો છે. આ ગીત પર બંને ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે અને આ વીડિયોને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. આને શેર કરતાં રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે હું ટ્રેન્ડિંગ બંગાળી ગીત સાંભળું છું, ત્યારે મારી અંદરનો બંગાળી જાગી જાય છે.. મારા ભત્રીજા-ભાણીયા સાથે મસ્તી કરી રહી છું’.

આ વીડિયો જોયા બાદ શોમાં અનુપમાનો ઓનસ્ક્રીન પુત્ર પરિતોષ એટલે કે અભિનેતા કેદાર આશિષ પણ રૂપાલીની પ્રશંસા કર્યા વિના પોતાને રોકી ન શક્યો અને તેણે કમેન્ટમાં લખ્યું ‘રોકસ્ટાર’. આટલું જ નહીં, રૂપાલી ગાંગુલીના ભાઈ વિજય ગાંગુલીએ પણ પ્રતિક્રિયા આપી છે અને લખ્યું ‘શાનદાર’. ચાહકો પણ તેના આ ડાન્સ વીડિયોથી ખૂબ જ પ્રભાવિત થયા છે. રૂપાલી ગાંગુલીના આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


ઉલ્લેખનીય છે કે, રૂપાલીએ હમણા બીજો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેનો બિલકુલ અલગ અંદાજ જોવા મળ્યો હતો. આ ગીતના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી જીત વાગી રહ્યુ હતુ. આ વીડિયોમાં તે એક મિરરમાં જોતી જોવા મળી હતી. આ વીડિયો શેર કરતા તેણે લખ્યુ હતુ કે, લુક ઇન ધ મિરર, ધેટ્સ યોર કોમ્પિટીશન…

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

ટીવીની ‘અનુપમા’ એટલે કે રૂપાલી ગાંગુલી નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. અનુપમા સિરિયલમાં તેણે એક એવી મહિલાનું પાત્ર ભજવ્યું હતું જેને ફક્ત તેના પતિથી દગો-છેતરપિંડી, સાસુના ટોણા અને બાળકોની નારાજગી સહન કરવી પડે છે. રીલ લાઇફમાં ભલે તેને આવો પતિ મળ્યો પરંતુ રિયલ લાઇફમાં તેને તેના સપનાનો રાજકુમાર મળ્યો છે. રૂપાલી ગાંગુલીએ તેના મિત્ર અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હકા. બંને લગભગ 12 વર્ષ સુધી મિત્રો રહ્યા, પરંતુ એ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર જ ન પડી.

રૂપાલીનો પતિ અશ્વિન રૂપાલીના પ્રેમમાં એટલો બધો પડી ગયો હતો કે તેણે લગ્ન માટે વિદેશમાં નોકરી પણ છોડી દીધી હતી.રુપાલીએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અશ્વિન અમેરિકામાં વીમા કંપનીમાં વીપી અને એડ ફિલ્મ મેકર હતો. પરંતુ તે લગ્ન માટે નોકરી છોડીને ભારત આવ્યો હતો. ઈન્ટરવ્યુમાં રૂપાલીએ જણાવ્યું હતું કે લગ્ન ઉતાવળમાં થયા હતા, જેના કારણે તે તેના મિત્રોને પણ આમંત્રણ આપી શકી ન હતી. તેણે કહ્યું, ‘લગ્ન છુપાવવાનો અમારો કોઈ ઈરાદો નહોતો, અમે માત્ર ભીડ કરવા માંગતા ન હતા. બધું અચાનક થયું.

તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી 2013ના રોજ રૂપાલીના અને અશ્વિન લગ્નના બંધનમાં બંધાયા હતા. રસપ્રદ વાત એ છે કે ઉતાવળના કારણે રૂપાલીને સાડી સાથે બ્લાઉઝ સીવવાનો પણ સમય ન મળ્યો અને પછી તેણે જૂની સાડીના બ્લાઉઝને મેચ કરીને જ કામ ચલાવ્યુ હતુ. બીજી તરફ લગ્નમાં અશ્વિન સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યો હતો, જેને જોઈને રૂપાલી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

Shah Jina