રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો “અનુપમા” તેના નવા અને જબરદસ્ત ટ્વીસ્ટને કારણે TRP લિસ્ટમાં ટોપ પર છવાયેલો રહે છે. ત્યાં હવે આ શોમાં એક નવુ ટ્વિસ્ટ આવવાનું છે. આ દિવસોમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી અને અનુજ એટલે કે ગૌરવ ખન્નાની મિત્રતા ટોપ પર છે. હંમેશા ચૂપ રહીને અત્યાચાર સહન કરનારી અનુપમા તેના એક મિત્ર માટે તેની બા અને તેના પૂર્વ પતિ વનરાજથી પણ ઝઘડો કરી લેવા તૈયાર છે.
આવનારા એપિસોડમાં અનુપમાનું એવું રૂપ જોવા મળશે જેમાં તે અનુજ માટે પૂરી દુનિયાને બાકાત કરી દેશે. 22 ઓક્ટોબરના રોજ શોમાં એવું બતાવવા આવ્યુ હતુ કે ગરબા નાઇટમાં જયાં અનુપમા અને અનુજને બેસ્ટ જોડીનો એવોર્ડ મળે છે, ત્યાં આ એવોર્ડ અનુપમાની બા લીલાને આપવા સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવે છે. આને કારણે અનુજને પણ જલન મહેસૂસ થાય છે.
આ દરમિયાન એવોર્ડ અને પ્રાઇઝ મની મળ્યા બાદ બા તેમની બદ્તમીઝીની બધી હદો પાર કરી દે છે અને અનુજને મોહલ્લામાંથી જવાનું કહે છે અને ગોપી કાકાને તે નોકર પણ કહે છે. આ અપમાનજનક શબ્દો બાદ દેવિકાની સહનશક્તિ ખૂટી જાય છે અને તે બાને ખરી-ખોટી સંભળાવે છે.
આ બધા વચ્ચે છેલ્લા 26 વર્ષોથી ચૂપ રહેનારી અને બધુ સહન કરનારી અનુપમા બાને તેમની ગલતીઓ પર જવાબ આપે છે. આ જોઇ બધા હેરાન રહી જાય છે. વનરાજ તેની માતાનો સાથ આપે છે પરંતુ અનુપમા તેને ચૂપ કરાવી દે છે. હવે 23 ઓક્ટોબરના રોજ એટલે કે આજના એપિસોડમાં જોવા મળશે કે અનુજ અને અનુપમા બંને એકસાથે મળી રાવણનું પૂતળુ બાળશે.
અનુપમા બાને કરારો જવાબ આપી કહે છે કે આ રાવણ ભૂતકાળના વિચારોનો રાવણ હશે અને આજે તે આને બાળશે. ત્યારે હવે એ જોવાનું રહ્યુ કે, અનુપમાનો ગુસ્સો બા અને વનરાજને બદલી શકશે કે નહિ ? શું પંડાલમાં થયેલ આ વિવાદ હવે શાહ પરિવારમાં તિરાડ પાડશે ? આ બધા સવાલોનો જવાબ હવે અનુપમાના આવનારા એપિસોડ્સમાં જ ખબર પડશે.