27 વર્ષથી પોતાનો મેકઅપ કરનાર આર્ટિસ્ટની દીકરીના લગ્નમાં પહોંચ્યા અનુપમ ખેર, આ ખાસ અંદાજમાં નવવિવાહિત જોડીને આપ્યા આશીર્વાદ

બ્લોકબસ્ટર ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની સફળતા બાદ અભિનેતા અનુપમ ખેર પણ ખુબ ચર્ચામાં આવી ગયા છે. ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. ફિલ્મમાં અનુપમ ખેરનો અભિનય અને તેમનો લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. ફિલ્મ કાશ્મીરના પંડિતોના નરસંહારની અને તેમના પર  વીતેલા દુઃખની કહાની વર્ણવી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે.એવામાં અનુપમ ખેરે એકવાર ફરીથી એવું કામ કર્યું જે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયું છે. ચાહકો પણ તેના આ કામની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ બધા વચ્ચે તે ફિલ્મને લઇને નહિ પરંતુ તેમણે કરેલ પ્રોમિસને લઇને ચર્ચામાં આવ્યા છે. અનુપમ ખેરે પોતાના મેકઅપ આર્ટિસ્ટની દીકરીના લગ્નમાં જવાનું વચન નિભાવ્યું છે . ગત રવિવારે તે પોતાના મેકઅપ આર્ટિસ્ટની દીકરીના લગ્નમાં પહોંચ્યા હતા અને તેનો વિડીયો શેર કરીને નવવિવાહિત જોડીને લગ્નની શુભકામનાઓ પણ આપી હતી.અનુપમ ખેરે લગ્નનો વીડિયો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું હતું. અનુપમ ખેરે લખ્યું કે,”આજે મારા 27 વર્ષથી સાથે રહેલા મેકઅપ આર્ટિસ્ટ મંગેશ દેસાઈની દીકરી મૈથાલીના સત્યેન્દ્ર સાથે લગ્ન થયા છે.

મંગેશે સ્ક્રીન પર મારા દ્વારા નિભાવવામાં આવેલા કિરદારોને પોતાનો પ્રેમ અને કલાત્મક્તા આપી છે, જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો પણ સમાવેશ છે. ભગાવન આ જોડી પર હંમેશા પોતાનો આશીર્વાદ બનેલો રાખે. પ્રેમ અને આશીર્વાદ #MyStaffMyStrength #Love #Satyajeet.”અંતે અનુપમ ખેરે માય સ્ટાફ માય સ્ટ્રેન્થ હેશટેગ આપીને પોતાની પોસ્ટ સમાપ્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

વીડિયોમાં જોઈ શકાય છે કે અનુપમ ખેર મેકઅપ આર્ટિસ્ટની દીકરીના લગ્નમાં પહોંચે છે અને આશીર્વાદ આપે છે. આ દરમિયાન અનુપમ ખેર મૈથાલીને સ્માઈલ આપવાનું પણ કહે છે અને વરરાજા સાથે હાથ પણ મિલાવે છે. અનુપમ ખેરે મંગેશ અને તેના પરિવાર સાથે પણ તસવીરો ક્લિક કરાવી હતી. અન્ય એક તસવીરમાં અનુપમ ખેર મંગેશની સાથે માથા પર પાઘડી બાંધીને પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

Krishna Patel