એક તરફ જ્યાં બોલીવુડના કલાકારો કરોડોના આલીશાન મકાનમાં રહે છે, ત્યાં અનુપમ ખેર આજે પણ રહે છે ભાડાના મકાનમાં, જાણો કારણ

થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સે” આખા દેશને ઝકઝોળીને રાખી દીધો. આ ફિલ્મની અંદર કાશ્મીર પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને તેમની હિજરતની કહાની બતાવવામાં આવી અને આખો દેશ કાશ્મીર પંડિતોની વેદના અનુભવી અને દુઃખી બની ગયો, ફિલ્મ જોયા બાદ લોકોની આંખોના આંસુઓ પણ સુકાવવાનું નામ નહોતા લઇ રહ્યા.

આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર પણ ખુબ જ સારી કમાણી કરી છે અને આંકડો 200 કરોડની પાર પહોંચી ગયો છે. ત્યારે આ ફિલ્મના પાત્રો પણ તેમના જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મની અંદર બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીએ પણ કામ કર્યું છે. ત્યારે અનુપમ ખેર સતત ચર્ચામાં રહ્યા છે.

અનુપમ ખેર પોતાના અંગત જીવન અને આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બાબતો પણ શેર કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતા અનુપમ ખેર આજે ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. આ નામ મેળવવા માટે તેણે ઘણી મહેનત કરી છે. અનુપમની એક્ટિંગ પણ ફેન્સમાં ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અનુપમ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે.

અનુપમ ખેરે થોડા સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ ખુલાસો કર્યો હતો કે તેઓ મુંબઈમાં જે ફ્લેટમાં રહે છે તે તેમનો પોતાનો નથી. તે ભાડાનું મકાન છે. આજ સુધી તેણે તેની માતા દુલારી માટે શિમલામાં માત્ર એક જ મિલકત ખરીદી છે. હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ અનુપમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- ‘મુંબઈમાં મારું પોતાનું ઘર પણ નથી. હું ભાડાના મકાનમાં રહું છું. 4-5 વર્ષ પહેલા મેં નક્કી કર્યું હતું કે હું કોઈ પ્રોપર્ટી નહીં ખરીદીશ. મેં 4 વર્ષ પહેલા જ મારી માતા માટે શિમલામાં એક ઘર ખરીદ્યું હતું.

તમને જણાવી દઈએ કે અનુપમની માતા ઘણા વર્ષોથી શિમલામાં ભાડાના મકાનમાં રહે છે, તેથી તેમને પોતાનું એક ઘર જોઈતું હતું. અનુપમ તેની માતાને કંઈક ખાસ આપવા માંગતા હતા. તેથી તેમણે તેની માતા માટે એક ખાસ ઘર ખરીદ્યું. અનુપમે તેમની માતા દુલારીની પ્રતિક્રિયા વિશે પણ જણાવ્યું. અનુપમાની માતાએ ઘર જોઈને કહ્યું- ‘તારું દિમાગ ખરાબ છે ?મારે આટલું મોટું ઘર નથી જોઈતું.” એમ કહીને તે અનુપમને ઠપકો આપતા હતા.

Niraj Patel