ગુજરાતની આ દીકરી પાસે છે ઓલમ્પિકમાં આખા દેશને આશા, સાનિયા મિર્ઝા સાથે ઉતરશે ટેનિસ કોર્ટમાં

ટોકિયોમાં ઓલમ્પિક 2020ની શરૂઆત થઇ ગઈ છે અને આજે પહેલા જ દિવસે ભારત માટે એક ખુશખબરી પણ આવી ગઈ છે. મહિલા વેટલિફ્ટર મીરાંબાઈ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતી અને ઇતિહાસ રચી દીધો છે.

ત્યારે બીજા પણ ભારતીય ખેલાડીઓ પાસે દેશને ઘણી બધી આશાઓ છે. ટોકિયો ઓલમ્પિકની અંદર ગુજરાતી ખેલાડીઓ પણ પોતાનું દમખમ બતાવવાના છે. ટોકિયો ઓલમ્પિકની અંદર ગુજરાતની 6 દીકરીઓ ભાગ લીધો છે. જે ગુજરાત માટે પણ ગૌરવની બાબત છે.

ત્યારે આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ ગુજરાતની અંકિતા રૈના અને જેને વિશ્વ લેવલે નામના મેળવી છે એવી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ટેનિસ કોર્ટમાં સાથે ઉતરવાના છે. આખા દેશને આ જોડી પાસે ઘણી જ મોટી મોટી આશાઓ છે. આવતી કાલની તેમની મેચ ઉપર આખા દેશની નજર મંડાયેલી રહેશે.

સાનિયા અને અંકિતાની જોડી પહેલા રાઉન્ડની અંદર યુક્રેનની નાદિયા અને યુડમાઇલા કિચેર્નોક નામની બે બહેનો સામે રમશે. અંકિત રૈનાએ એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું કે, “દરેક મેચ ખુબ જ ચુનૌતીપુર્ણ રહેવાની છે અને અમે દરેક મેચમાં રણનીતિ બનાવીશું. મહામારી અને પૃથકવાસના કારણે અમે અલગ અલગ ટુર્નામેન્ટમાં રહ્યા છે. તો ફેડ કપ પછી અમને સાથે રમવાનો મોકો નથી મળ્યો.”

અંકિતા રૈના અમદાવાદની રહેવાસી છે. 28 વર્ષીય અંકિતાએ અત્યારસુધીમાં 11 સિંગલ્સ અને 18 ડબલ્સના ટાઇટલ જીત્યા છે. મૂળ કાશ્મીરી પંડિત પરિવારની દીકરી અકિતા ટોક્યો ઓલિમ્પિક્સ ડબલ્સમાં હવે સાનિયા મિર્ઝા સાથે રમવાની છે.

Niraj Patel