દેશભરમાં હવે 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન હવે સેલેબ્રિટીઓ પણ વેક્સિન લેવા લાગ્યા છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. વેક્સિનનો ડોઝ લેતા સમયે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
અંકિતાવેક્સિન લેવા માટે હોસ્પિટલમાં તો ચાલી ગઈ પરંતુ ઇન્જેક્શન લગાવવામાં તેની હાલત ખુબ જ ટાઈટ થઇ ગઈ. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખુબ જ ડરેલી જોવા મળી રહી છે. અને ભગવાનનું નામ લેતી જોવા મળે છે.
એવામાં નર્સ પણ તેને હિંમત આપતી જોવા મળે છે. ઘણી જ હિંમત ભેગી કર્યા બાદ આખરે અંકિતાનું રસીકરણ થઇ ગયું અને તેને આ માટે ડોકટરોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
આ વીડયો અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જેની સાથે તેને કેપશનમાં લખ્યું છે, “મેં મારો શૉટ લગાવી લીધો છે. તમે પણ જલ્દીમાં જલ્દી વેક્સિન લગાવી લો.” આ પોસ્ટ ઉપર રશ્મિ દેસાઈ સહીત ઘણા બધા સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે.
રશ્મિ દેસાઈએ આ વીડિયો ઉપર ઘણા બધા લાફિંગ ઈમોજી કોમેન્ટ કર્યા છે. તો ઘણા ચાહકો અંકિતાને નાની બાળકી પણ કહી રહ્યા છે. ચાહકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે, તમે પણ જુઓ આ વીડીયો…
View this post on Instagram