“કાચા બદામ” ફેમ અંજલી અરોરાનો વધ્યો ક્રેઝ, રીલ્સ બનાવી રાતોરાત થઇ હતી ફેમસ અને હાલ આ કારણે થઇ ટ્રેન્ડ

ઈન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ ગીત કાચા બદામ પર રીલ બનાવીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલિ અરોરાની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. માત્ર ઈન્સ્ટાગ્રામ પર તેના 11.1M ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જોઈને તેને કંગના રનૌતના શો લોક અપમાં કંટેસ્ટેંટ તરીકે સામેલ કરવામાં આવી હતી. અંજલિ અરોરાએ પોતાની માસૂમિયતથી બધાના દિલ જીતી લીધા હતી. તે લોકઅપ શોના ફિનાલે સુધી પહોંચી હતી. પરંતુ તે આ શો જીતી શકી ન હતી.

શો દરમિયાન કોમેડિયન મુનવ્વર ફારૂકી સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં લોકોએ સોશિયલ મીડિયા પર મુંજલી નામનો ટ્રેન્ડ પણ શરૂ કરી દીધો હતો. જ્યારે શો બાદ મુનવ્વર અને અંજલી બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે, ત્યાં મુનવ્વર અને અંજલિ બંને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે જોવા મળે છે. આમ છતાં મુનવ્વર અને અંજલિના નામ વારંવાર જોડવામાં આવી રહ્યા છે.

આટલું જ નહીં, અંજલિ અરોરા તેના તાજેતરના ઇન્ટરવ્યુ પર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અંજલિને મુનવ્વરની ગર્લફ્રેન્ડ નાઝિલને મળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે કેવી રીતે મુનવ્વરે લોકઅપની સક્સેસ પાર્ટીમાં બંનેનો પરિચય કરાવ્યો હતો. ઓલ્ટ બાલાજીના રિયાલિટી શો લોકઅપમાં મુનવ્વર અને અંજલિની જોડીએ ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. બંનેની કેમેસ્ટ્રીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

જો કે દરેકને આશ્ચર્ય થયું જ્યારે મુનવ્વરે ખુલાસો કર્યો કે તે પહેલેથી જ પરિણીત છે, થોડા દિવસો પછી મુનવ્વર અને નાઝિલના રિલેશનશિપમાં હોવાના સમાચાર પણ સામે આવ્યા.લોકઅપ જીત્યા બાદ મુનવ્વરે રોમેન્ટિક અંદાજમાં મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી હતી. આ ઉપરાંત લોકઅપની સક્સેસ પાર્ટીમાં મુનવ્વર તેની ગર્લફ્રેન્ડ નાઝિલ સાથે જ આવ્યો હતો.

આ શો બાદથી બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન અંજલિ અરોરાએ નાઝિલ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે ખુલીને વાત કરી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અંજલી અરોરાને પૂછવામાં આવ્યું કે શું તે અને નાઝિલ મળ્યા હતા?

આ સવાલના જવાબમાં અંજલિએ કહ્યું કે તે નાઝિલને લોકઅપની સક્સેસ પાર્ટીમાં મળી હતી. જ્યારે તે મુનવ્વર સાથે આવી ત્યારે હું તેને મળી. આગળ વાત કરતાં અંજલિએ કહ્યું કે, મુનવ્વર અમારા બંને સાથે જોડાયો હતો. જો કે તે અજુગતું ન હતું, મને ખબર હતી કે તે મુનવ્વરની ગર્લફ્રેન્ડ હતી અને પાર્ટીમાં હાજરી આપવા જતી હતી. અંજલિએ નાઝિલના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ સ્વીટ છે, બંને સાથે ખૂબ જ ખુશ છે. આમાં કોઈ લવ ટ્રાયેંગલ નથી.

મારો અને મુનવ્વરનો સંબંધ માત્ર મિત્રતાનો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરાના લાખો ચાહકો છે. કંગના રનૌતના શો ‘લોકઅપ’નો ભાગ બનતા પહેલા જ તે ઘણી ફેમસ હતી. જો કે, તે આ શો જીતી શકી ન હતી, પરંતુ લોકોનું દિલ ચોક્કસ જીતી લીધું હતું. તે ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી, પરંતુ સેકન્ડ રનર-અપ રહી હતી. જ્યારે પાયલ રોહતગી ફર્સ્ટ રનર અપ બની હતી અને મુનવ્વર ફારૂકીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. અંજલિ અરોરાને હવે કોઈ ઓળખની જરૂર નથી. અંજલિ તેની ઇન્સ્ટા રીલ્સને કારણે લગભગ દરેક રોજ ચર્ચામાં રહે છે.

Shah Jina