અનિરુદ્ધ દવે કોરોના સામે જંગ લડી ICUથી આવ્યા બહાર, પરંતુ હજી પણ…

“પટિયાલા બેબ્સ” ફેમ અભિનેતા અનિરુદ્ધ દવે કોરોના સંક્રમિત થયા હતા અને તે બાદ હાલત ગંભીર થયા બાદ તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. તેઓ ભોપાલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘણા સમયથી દાખલ છે.

તેમની પત્ની શુભિ આહુજા સતત તેમના સ્વાસ્થ્યની જાણકારી ચાહકો સાથે શેર કરી રહી છે. ચાહકો પણ સતત તેમના સાજા થવાની કામના કરી રહ્યા છે, ત્યારે હવે તેઓ ICUથી બહાર આવી ગયા છે અને રિકવર થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અનિરુદ્ધ દવેએ એક પોસ્ટ શેર કરી છે, તેઓએ તેમની પોસ્ટમાં લખ્યુ છે કે, આભાર. માત્ર નાનો શબ્દ છે. હું છેલ્લા 22 દિવસથી હોસ્પિટલના બેડ પર છું. તમારા બધાનો પ્રેમ, અરદાસ, આર્શીવાદ, પ્રાર્થનાને મહેસૂસ કરી રહ્યો છું. સતત ઓક્સિજન સપોર્ટ પર છું. પરંતુ જે હિંમત મળી છે તે તમારાથી મળી છે. 14 દિવસ બાદ આઇસીયુથી બહાર આવી સારુ લાગી રહ્યુ છે. 85% લેગ્સ ઇંફેક્શન થયુ છે, કોઇ જલ્દી નથી. બસ હવે પોતાના શ્વાસ લેવા છે. જલ્દી મુલાકાત થશે.

 

View this post on Instagram

 

A post shared by ANIRUDH V DAVE (@aniruddh_dave)

તમને જણાવી દઇએ કે, કોરોના સંક્રમિત થયા બાદ અનિરુદ્ધ દવેની હાલત થોડી વધુ ખરાબ થઇ ગઇ હતી. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે હવે દીકરા સાથેની તસવીર શેર કરી તેમનુ હેલ્થ અપડેટ આપ્યુ છે. તેમની પત્ની શુભીએ 2 મહિના પહેલા જ દીકરાને જન્મ આપ્યો છે. તે તેને ઘરે મૂકીને ભોપાલમાં પતિ સાથે છે.

અનિરુદ્ધ દવેએ 23 એપ્રિલે ટ્વીટ કરી તેના કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. તમને જણાવી દઇએ કે, 34 વર્ષિય અનિરુદ્ધએ રૂબીના દિલૈકના શો “શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી” અને “પટિયાલા બેબ્સ” જેવા ધારાવાહિકમાં કામ કર્યુ છે. તે જલ્દી જ અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ “બેલ બોટમ”માં જોવા મળશે.

Shah Jina