રણબીર કપૂરના પેડ વાળા ડાયલોગથી મહિલાઓ થઇ ગઈ ગુસ્સે, કહ્યું, “સંદીપ રેડ્ડી તો કુંવારો છે, પરંતુ રણબીર તો પરણેલો છે, તેને પણ ખબર ના પડી..”, જુઓ
Animal movie women trolling sandeep : 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ “એનિમલ” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જો કે તેમાં કેટલાક ડાયલોગ્સ અને સીન્સ લોકોને હેરાન કરે છે. રિલીઝ થયાના દિવસથી જ આ ફિલ્મને મિસગાનિસ્ટ કહેવામાં આવી રહી છે. ઘણા સીન સિવાય રણબીર કપૂરના એક ડાયલોગ પર મહિલાઓ પણ ગુસ્સે છે. જેમાં તેણે પેડ બદલવાને લઈને કંઈક એવું કહ્યુ કે દર્શકોએ સંદીપ રેડ્ડી વાંગાને જોરદાર ટ્રોલ કર્યા છે.
પેડ પર હતો વાંધાજનક ડાયલોગ :
એનિમલ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો અને સંવાદો છે જેના પર દર્શકોને વાંધો છે. રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમનો ઉલ્લેખ થઈ રહ્યો છે. હવે જેમ-જેમ લોકો ફિલ્મ જોઈ રહ્યા છે, તેમ-તેમ આ બાબતો પર ચર્ચા વધી રહી છે. આવો જ એક સીન છે જેના પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર રશ્મિકા મંદન્નાને કહે છે, ‘તું મહિનામાં 4 વખત પેડ બદલે છે, અહીં હું એક દિવસમાં 50 પેડ બદલી રહ્યો છું.’ આ ડાયલોગ પર લોકો પોતાનો ગુસ્સો સીધો સંદીપ રેડ્ડી વાંગા પર કાઢી રહ્યા છે.
મહિલાઓ કરી ટિપ્પણી :
એક મહિલા યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે, “હવે સંદીપ રેડ્ડી વાંગાને અમારા પેડ બદલવામાં પણ સમસ્યા છે.” બીજી ટિપ્પણી એ છે કે, મજાની વાત એ છે કે વાંગા વિચારે છે કે છોકરીઓ તેમના પીરિયડ્સ દરમિયાન દિવસમાં માત્ર એક જ પેડ વાપરે છે. વાંગા કુંવારો છે, રણબીરને આ ખબર ન હતી? પુરુષો, તમારા જીવનમાં મહિલાઓ સાથે વધુ વાત કરો.”
સંદીપ રેડ્ડી વાંગાને કર્યો ટ્રોલ :
અન્ય એક મહિલાએ લખ્યું છે કે, “વાંગા, એક દિવસમાં ઓછામાં ઓછા 4 પેડનો ઉપયોગ કરવો પડશે અને તે પણ 5 દિવસ માટે. 11 વર્ષથી 59 વર્ષની ઉંમર સુધી. થોડું મૂળભૂત જ્ઞાન રાખો.” એક દર્શકે લખ્યું છે કે આ ડાયલોગ જબરદસ્તી છે. એકે લખ્યું છે કે, ડાયપરને પેડ કહેવામાં આવે છે, વાંગા, તમને ખબર પણ નથી કે તમે શું કર્યું છે. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આ ડાયલોગ અંગે આપતા જોવા મળ્યા છે.