કેદારનાથ યાત્રા દરમિયાન ઘોડા-ખચ્ચરને જબરદસ્તી પીવડાવવામાં આવે છે સિગારેટ, વીડિયો વાયરલ થતા જ કેસ થયો દાખલ, જુઓ

કેદારનાથ પર યાત્રીઓનો સામાન લઇ જવા માટે પ્રાણીઓ પર આચરવામાં આવે છે કેવી ક્રૂરતા, વીડિયો જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે… જુઓ

Animal Abuse Video From Kedarnath : કેદારનાથ યાત્રા પર જવાનું સપનું લગભગ દરેક વ્યક્તિનું હોય છે અને જયારે આ યાત્રા શરૂ થાય છે ત્યારે હજારો ભક્તો બાબા કેદારનાથના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે વર્ષ 2023નું કેદારનાથ યાત્રાનું ચરણ હવે સમાપ્તિ પર છે. પરંતુ આ ‘પવિત્ર યાત્રા’ સાથે જોડાયેલા એક દર્દનાક વીડિયોએ લોકોને વિચારતા કરી દીધા છે.

આપણે જાણીએ છીએ કે કેટલાક શ્રદ્ધાળુઓ કેદારનાથ યાત્રાને સરળ બનાવવા અને તેમના ભારે સામાનને ટોચ પર લઈ જવા માટે ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મૂંગા પ્રાણી પર લોકો ઉપરથી વધુમાં વધુ વજન ઉપાડવા માટે તેમના પર કેટલો ત્રાસ ગુજારે છે ? જો નહીં, તો આ વીડિયો તમારી આંખો ખોલી દેશે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખચ્ચરને વધુ વજન વહન કરવા માટે માદક દ્રવ્ય પીવા માટે મજબૂર કરવામાં આવે છે. જોકે, આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ નથી. પણ વીડિયો વાયરલ થયા પછી, રુદ્રપ્રયાગ પોલીસ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને આઈપીસી અને પશુ ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ ઘોડા સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ted The Stoner (@tedthestoner)

આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @tedthestoner હેન્ડલ દ્વારા શુક્રવાર, 23 જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.  ઉપરાંત, સેંકડો વપરાશકર્તાઓએ તેના પર ટિપ્પણી કરી છે. કોઈએ કહ્યું કે “જો તમને બહુ તકલીફ હોય તો મૂંગા પ્રાણીની મદદ ન લો, હેલિકોપ્ટરની મદદ લો.” જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે સરકારે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અંગે કડક નિયમો બનાવવા જોઈએ.

Niraj Patel