રણબીર કપૂર, અનિલ કપૂર, ધર્મેંદ્ર અને ઘણા સેલિબ્રિટીઓ ઘરે પહોંચ્યા, જુઓ PHOTOS
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને જાણિતા કલાકાર દિલીપ કુમારનું નિધન થઇ ગયુ છે. બોલિવુડમાં ટ્રેજડી કિંગના નામથી મશહૂર દિલીપ કુમાર 98 વર્ષના હતા.
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડતી જઇ રહી હતી અને તેમને ઘણીવાર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.
બોલિવુડ સ્ટાર્સ સાથે સાથે નેતા અને મહારાષ્ટ્રના CM પણ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ધર્મેંદ્ર, અનુપમ ખેર, શાહરૂખ ખાનથી લઇને રાજનેતા પણ દિલીપ કુમારના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોચ્યા હતા.
તસવીરોમાં જોઇ શકાય છે કે, સાયરા બાનો પતિના નિધનથી ઘણા તૂટી ગયા છે. તેમની આંખોમાંથી આંસુ રોકાઇ રહ્યા નથી. સીએમ ઉદ્ધવ ઠાકરે એક તસવીરમાં સાયરા બાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.
પતિના નિધન બાદ અને તે પહેલા પણ સાયરા બાનો દિલીપ કુમાર સાથે હતા. તેમણે અંતિમ સમય સુધી દિલીપ કુમારનો સાથે નિભાવ્યો છે. તેમના પાર્થિવ દેહને ઘરે લાવવા સમયે પણ તેઓ દિલીપ કુમાર સાથે હતા.
દિલીપ કુમારના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તમામ હસ્તિઓ તેમને શ્રધ્ધાંજલિ આપી રહી છે. તેમણે આજે સવારે 7.30 વાગ્યા આસપાસ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવા પર 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાલી હિલ સ્થિત ઘર પર શ્રધ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, NCP પ્રમુખ શરદ પવાર અને બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પહોંચ્યા છે.
દિલીપ કુમારને સાંજે 5 વાગ્યે જૂહુ સ્થિત કબ્રસ્તાનમાં સુપર્દ-એ-ખાક કરવામાં આવશે. તેમાં સીમિત સંખ્યામાં જ લોકો સામેલ થશે. તમને જણાવી દઇએ કે, દિલીપ કુમારના નિધન પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ શોક જતાવ્યો છે.
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે દિલીપ કુમારના ઘરે પહોંચી. તે બાદ અભિનેતા અનુપમ ખેર પણ અંતિમ દર્શન માટે પધાર્યા. તેમનો પાર્થિવ દેહ ઘરે આવતાની સાથે જ બોલિવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. દિલીપ કુમારના એપાર્ટમેન્ટની બહાર પોલિસ સુરક્ષા પણ વધારવામાં આવી છે.
લીજેન્ડ્રી અભિનેતા ધર્મેંદ્ર પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા. ધર્મેંદ્ર તેમના ફાર્મહાઉસથી સીધા ખાર સ્થિત દિલીપ સાહેબના ઘરે પહોંચ્યા હતા. બંને અભિનેતા એકબીજાની ઘણી નજીક હતી. ધર્મેંદ્ર પહેલા શબાના આઝમી પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારની સારવાર કરી રહેલ ડોક્ટર જલીલ પારકરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, અમે બધી જ સંભવ કોશિશ કરી. અમે એ ઇચ્છતા હતા કે તેઓ 100 વર્ષ પૂરા કરે.
98 વર્ષના માણસને ઘણી તકલીફો હોય છે. ડો.નિખિલ ગોખલે સતત દિલીપ કુમારની દેખરેખ કરી રહ્યા હતા.
દીલિપ કુમારની પત્ની સાયરા બાનો પણ સવારે હોસ્પિટલમાં હતા. અમે ન્યુરોસર્જન સાથે મળીને તેમની સારવાર કરી.
તેમના જેવા કદાચ જ કોઇ વ્યક્તિ બોલિવુડમાં પેદા થયા હશે. તેમણે દેશનું નામ દુનિયામાં રોશન કર્યુ છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.
View this post on Instagram