અચાનક જ છત પર ચઢી ગયેલા આખલાએ રોડ પર લગાવી દીધી છલાંગ, પછી થયુ એવું કે વીડિયો જોઇ ચીસ પાડી ઉઠશો

ઘરની છત પર ચઢી ગયો ગુસ્સે ભરાયેલો આખલો, ત્યાંથી જ લગાવી દીધી રસ્તા પર છલાંગ, જુઓ પછી શું થયુ

આખલાના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતો રહે છે, પરંતુ આખલાના એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. લોકો આ પ્રાણીથી ઘણું અંતર બનાવીને રાખે છે જેથી તે અચાનક હુમલો ન કરે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક ચાલતી વખતે આખલો લોકો પર હુમલો કરે છે અને પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે રસ્તા પર અહીં-ત્યાં દોડવા લાગે છે. રસ્તા પર રખડતા આખલાથી બચવા લોકો રસ્તો જોઈ ગમે ત્યાં દોડવા લાગે છે.

જો કે, એક આખલાએ લોકોને આશ્ચર્યમાં ત્યારે મૂકી દીધા જ્યારે લોકોએ જોયું કે એક ઘરની છત પર એક વિશાળ આખલો ઊભો હતો. આ પછી શું થયું તેનો વીડિયો જોઈને તમે ચોંકી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક આખલો રસ્તાની બાજુમાં આવેલા એક ઘરની છત પર ચડી ગયો છે અને તેને બહાર નીકળવાની જગ્યા મળી નથી. કાળા રંગના આખલાને લાગ્યું કે તે ખરાબ રીતે ફસાઈ ગયો છે અને તેણે તે સ્થાન છોડવાનું નક્કી કર્યું છે.

આખલો પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને પછી છત પરથી કૂદી પડ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો જ્યારે લોકોએ જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આખલાએ છત પરથી કૂદકો માર્યો હતો, તેને ખબર નહોતી કે તે પડી જશે. જ્યારે આખલો રોડની બાજુમાં પડ્યો ત્યારે આખલાએ હુમલો કર્યો હશે તેવું માનતા આસપાસના લોકો ભાગવા લાગ્યા હતા. જોકે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Ajay Attri (@ajayattri_52)

આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તાની બીજી બાજુ ઉભેલા કોઈ વ્યક્તિએ બનાવ્યો હતો. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ajayattri_52 નામના યુઝરે શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોએ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે સેંકડો લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ‘પહેલા એ જણાવો કે આખલો ત્યાં કેવી રીતે પહોંચ્યો?’ બીજાએ લખ્યું, ‘તે મહિલાને યોગ્ય સમયે બચાવી લેવામાં આવી હતી.’

Shah Jina