દુનિયાની સૌથી નાની ગાય જેને PM મોદીએ ખવડાવ્યો ચારો, જાણો તે દુર્લભ ગાય વિશે…જે રોજનું આપે છે 3 લિટર દૂધ…

ચર્ચામાં છે નાની-નાની ગાય…જાણો એ ગાયો વિશે જેને મકર સંક્રાંતિ પર PM મોદીએ ખવડાવ્યો હતો ચારો

PM મોદી જે પણ કાર્ય કરે છે, તે ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે. મકરસંક્રાંતિ પર તેઓ PM આવાસમાં ગૌસેવા કરતા જોવા મળ્યા હતા. આ વિશેષ વાત નહોતી કારણ કે PM ઘણીવાર આવી રીતે સેવા કરતા જોવા મળે છે. જો કે, લોકોનું સૌથી વધારે ધ્યાન જે વાતે ખેંચ્યુ એ હતી નાની-નાની ગાયો. આ ગાયો એટલી નાની હતી કે એક ખુરશીની ઊંચાઇ બરાબર પણ તે નહોતી પહોંચી શકતી. ખૂબ જ શાંત ભાવથી ખુરશી પર બેસી PM મોદી ગાયોને ચારો ખવડાવી રહ્યા હતા અને જે આનંદ ભાવથી ગાય ખાઇ રહી હતી તે જોવા જેવું હતુ.

રોજનું લગભગ 3 લિટર દૂધ આપે છે

આ ગાયોને જોઇ લોકોના મનમાં તેના વિશે જાણવાની ઇચ્છા થઇ. PM મોદી સાથે જોવા મળેલ નાની ગાયો પુંગનુર ગાયો હતી, આ ખૂબ જ દુર્લભ ગાયની ઉત્પતિ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનૂર ગામની માનવામાં આવે છે, જેના પર ગાયોનું નામ પુંગનૂર પડ્યુ. આ ગાયોની હાઇટ અઢીથી ત્રણ ફૂટની જ હોય છે. આ ગાયની ખાસ વાત એ છે કે તે રોજનું લગભગ 3 લિટર દૂધ આપે છે અને આ દૂધ ઓમેગા ફૈટી એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જે ઘીના ઉત્પાદન માટે આદર્શ બનાવે છે.

આ ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક

આ ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે, કારણ કે દૂધમાં ફેટનું પ્રમાણ લગભગ 8 ટકા જેટલું હોય છે અને અન્ય જાતિની ગાયોના દૂધમાં 3 થી 4 ટકા હોય છે. આ ગાયનું માથુ મોટુ અને શીંગડા નાના હોય છે.આ ગાયોનો રંગ સફેદ, ભૂરો કે ળવા ભૂરાથી ગહેરો ભૂરો કે લાલ હોય છે. આ ગાયોનું આંધ્રપ્રદેશમાં ઘણુ સાંસ્કૃતિક મહત્વ છે. પ્રસિદ્ધ તિરુપતિ તિરુમાલા મંદિર સમેત ઘણી મંદિરોમાં આ ગાયોના દૂધથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.

ઘીની કિંમત 10,000થી 50,000 રૂપિયા પ્રતિ કિલો

હાઇબ્રિડ ગાયોનું પ્રચલન વધવા પર આંધ્રપ્રદેશમાં ખેડૂતોએ આ ગાયોનું પાલન છોડવાનું શરૂ કર્યું તો તેમના અસ્તિત્વ પર સંકટ આવી ગયુ. ત્યારે આંધ્રપ્રદેશ સરકારે વર્ષ 2020માં મિશન પુંગનૂર શરી કર્યુ. આની જાણ થતા PMO પણ આ મુહિમ સાથે જોડાયા. વર્તમાનમાં PMOમાં આ નસ્લની ગાયો પાળવામાં આવી રહી છે. આ ગાયની કિંમતની વાત કરીએ તો તે એક લાખથી પાંચ લાખ છે. આ ગાય વધારે ચારો નથી ખાતી, તેને દરરોજનો 5 કિલો ચારો નાખવો પડે છે. ખાસ વાત તો એ છે કે આ ગાયના દૂધમાંથી જે ઘી બને છે તેની કિંમત 10,000થી 50,000 રૂપિયા પ્રતિ કિલો છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

Shah Jina