અન્ન સેવાથી પ્રી-વેડિંગની શરૂઆત: ગામના 51 હજાર લોકોને અનંત-રાધિકા સહિત અંબાણી પરિવારે પીરસ્યુ ભોજન- જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટે અન્ન સેવાથી કરી પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત, 51 હજાર લોકોને પીરસ્યુ ભોજન

પ્રી-વેડિંગ પહેલા જામનગરમાં સાથે જોવા મળ્યા અનંત-રાધિકા, પરિવાર સાથે કરી ‘અન્ન સેવા’

દેશના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઇ વાગવાની છે, દંપતિના સૌથી નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય લગ્ન પર ટકેલી છે. લગ્ન પહેલા બંનેના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાવાના છે.

આ ફંક્શનમાં ભાગ લેવા દેશ-વિદેશની જાણિતી હસ્તિઓએ જામનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે અનંત અને રાધિકાએ તેમના પ્રી વેડિંગ ફંક્શન પહેલા બુધવારના રોજ અન્ન સેવાથી કરી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું.

રાધિકાના માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવ્યુ હતુ અને આગામી કેટલાક દિવસો સુધી આ ચાલુ રહેશે. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ લેવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે.

ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી ધૂમ મચાવી હતી. અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે. અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે.

કોરોના મહામારી દરમિયાન જ્યારે દેશ સંકટમાં હતો ત્યારે પણ અનંત અંબાણીની માતા નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. પારિવારિક પરંપરાને આગળ વધારતા અનંત અંબાણીએ અન્ન સેવા સાથે તેના પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત કરી છે.

અનંત અને રાધિકાનો અન્ન સેવામાં હાજરી આપવાનો અને પેપરાજી સાથે વાતચીત કરવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. રાધિકા સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે અનંત પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાનાર અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન પહેલા સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન અંબાણી પરિવારે કર્યું છે. અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં બિઝનેસ, સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તિઓ હાજર રહેશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina