દીકરા અનંતની સ્પીચ સાંભળી રડી પડ્યા મુકેશ અંબાણી, કહ્યુ- બાળપણથી બીમારીઓ ઝેલી પણ માતા-પિતાએ ક્યારેય ન થવા દીધો અહેસાસ

અનંત અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શનના પહેલા દિવસે આપી એવી સ્પીચ કે માતા-પિતા થઇ ગયા ભાવુક…જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો આજે બીજો દિવસ છે. આજે બે કાર્યક્રમ છે, જેમાં પહેલી થીમ છે ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ છે, જેમાં મહેમાનોને જંગલ સફારી પર લઈ જવામાં આવશે. અને સાંજની થીમ છે ‘મેલા રૂજ. સાંજે આ કાર્નિવલમાં મહેમાનો માટે ડાન્સ અને ગીત પરફોર્મન્સ હશે. હાલમાં દરેક જગ્યાએ અનંત અને રાધિકાની ભવ્ય પ્રી-વેડિંગ સેરેમનીની ચર્ચા ચાલી રહી છે.

ગઈકાલે એટલે કે 1 માર્ચે ગુજરાતના જામનગરમાં કપલની પ્રી-વેડિંગ સેરેમનીની ધમાકેદાર શરૂઆત થઈ હતી, જેમાં દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ સહિત બોલિવુડ અને હોલિવુડ સેલેબ્સે ભાગ લીધો હતો. આ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં દુલ્હે રાજા અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તમામ મહેમાનોનો દિલથી આભાર માનતો જોવા મળે છે અને માતા નીતા અંબાણી પર ખૂબ પ્રેમ વરસાવતો જોવા મળે છે.

અનંત કહે છે- ‘થેંક્યુ મા. આ ગ્રેંડ પાર્ટીની બધી વ્યવસ્થા મારી માતાએ કરી છે, છેલ્લા 4 મહિનાથી મારી માતા સતત 18-19 કલાક તૈયારીમાં વ્યસ્ત હતી. આ માટે હું તેમનો આભારી છું. અનંત વધુમાં કહે છે કે ‘હું મારા તમામ મહેમાનોનો પણ આભાર માનું છું. તમે બધા લોકો મારા અને રાધિકાની ખુશી માટે જામનગર આવ્યા, અમે ખૂબ જ ખાસ અનુભવીએ છીએ. જો અમે કોઈ ભૂલ કરી હોય, તો હું તમારી માફી માંગવા માંગુ છું. કૃપા કરીને અમને માફ કરો. હું ઈચ્છું છું કે તમે બધા આ ત્રણ દિવસનો ભરપૂર આનંદ માણો.’

અનંત આગળ કહે છે કે- ‘હું મારા માતા-પિતા અને બંને પરિવારનો આભાર માનું છું. બધાએ આ પ્રસંગને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી નથી. જ્યાં સુધી મને યાદ છે, બધા છેલ્લા ઘણા મહિનાઓથી દિવસમાં માત્ર 4-5 કલાક જ ઊંઘી શક્યા છે. મારા અને રાધિકા માટે આટલી મોટી ઈવેન્ટનું આયોજન કરવા બદલ હું મારા માતા-પિતા, ભાઈ-બહેન અને ભાભીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે એ પણ જાણો છો કે મારું જીવન એટલું સરળ નથી.

નાનપણથી જ મેં ઘણી બીમારીઓ ઝેલી છે પણ મારા પિતા અને માતાએ મને ક્યારેય અહેસાસ કરાવ્યો નથી કે હું બીમાર છું. તેમણે મને દરેક સમયે હિંમત આપી. અનંતની વાત સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા. અનંત સિવાય રાધિકાએ પણ સ્પીચ આપી હતી. રાધિકાએ કહ્યું- જામનગર એક એવી જગ્યા છે જ્યાં હું અને અનંત સાથે મોટા થયા અને અહીં જ પ્રેમમાં પડ્યા. આજે જ્યારે અમે આટલું મોટું પગલું ભરી રહ્યા છીએ અને આ માટે જામનગરની પસંદગી કરવામાં આવી એ ખુશીની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina