સોમનાથ મંદિર પહોંચ્યો અનંત અંબાણી, દાન કર્યા અધધધધ લાખના ચાંદીના વાસણ

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત પહોંચ્યો સોમનાથ મંદિર, બહુ જ મોટું દાન કર્યું…જુઓ અંદરની તસવીરો

દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી થોડા સમય પહેલા જ ચર્ચામાં આવ્યા હતા. તેઓ તેમની થવાવાળી નાની વહુ સાથે મંદિર પહોંચ્યા હતા. ત્યારે હાલમાં હવે તેમનો નાનો પુત્ર અનંત અંબાણી ગુરુવારે સોમનાથ મંદિર પહોંચ્યો હતો અને અહીં તેણે પૂજા અર્ચના કરી હતી. તેણે સોમનાથ મંદિરના પ્રસિદ્ધ 51 સોનાના કળશની પૂજા કરી હતી. સાથે જ અંબાણી પરિવાર વતી ચાંદીના વાસણોનું દાન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ સોમનાથ મંદિરને દાનમાં આપેલા ચાંદીના વાસણોની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.

જણાવી દઇએ કે, સોમનાથ મહાદેવની રોજીંદી પૂજામાં આ ચાંદીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. દેશમાં જલ્દી જ Jio 5G સર્વિસ શરૂ કરવા જઈ રહેલા મુકેશ અંબાણી થોડા દિવસો પહેલા રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. મુકેશ અંબાણી પરિવાર શ્રીનાથજીના મંદિરે પહોંચ્યો હતો. મંદિર પહોંચ્યા બાદ તેમણે શ્રીજીની સાંજની આરતી જોઈ, ત્યાર બાદ રિલાયન્સના ચેરમેન બેઠકમાં પહોંચ્યા.

અહીં ગોસ્વામી વિશાલ બાવાએ મુકેશ અંબાણીને રજાઈ ઓઢાડીને અને શ્રીનાથજીને પ્રસાદ ચઢાવીને તેમનું સ્વાગત કર્યું હતું. અંબાણીએ આ દરમિયાન તિલકાયત પુત્ર વિશાલ બાવા સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તેઓ કાર દ્વારા ધીરજ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે થોડો સમય આરામ કર્યો. નોંધપાત્ર રીતે, અંબાણી પરિવાર શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય કે પરિવારમાં નવી કંપનીની શરૂઆત હોય, દરેક પ્રસંગોએ તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે.

મુકેશ અંબાણીની મુલાકાતને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અનંત અંબાણીની વાત કરીએ તો, તે એક સમયે પોતાની સ્થૂળતાને કારણે ઘણો ટ્રોલ થતો હતો. પરંતુ તેણે ઓછા સમયમાં પોતાનું વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા. અનંતનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. એક સમયે અનંતનું વજન 175 કિલોગ્રામ હતું. નીતા અંબાણીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ક્રોનિક અસ્થમાના કારણે અનંતને હાઈ ડોઝની દવાઓ લેવી પડી હતી. જેના કારણે તેની સ્થૂળતા વધી ગઈ હતી.

જ્યારે અનંત જાહેરમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની વિનિંગ ટ્રોફી લેવા ગયો ત્યારે તેની ખૂબ મજાક કરવામાં આવી.આ પછી વર્ષ 2016માં અનંતે વજન ઘટાડવા માટે અઘરી દિનચર્યા ફોલો કરી. અનંત આ દિવસોમાં રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની એટલી નજીક છે કે તે તેના ઘરની દરેક ઇવેન્ટમાં જોવા મળી છે. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની નાની પુત્રી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના અફેરની ચર્ચા સૌથી પહેલા ત્યારે થઈ જ્યારે રાધિકાએ ઈશાની સગાઈ પર શ્લોકા અને ઈશા સાથે ઘૂમર પર ડાન્સ કર્યો હતો.

Shah Jina