અનંત અંબાણીએ સગાઇમાં પહેર્યુ હતુ ‘કાર્ટિયર પૈંથર બ્રોચ’…કિંમત ઉડાવી દેશે તમારા હોંશ !
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ છે. અનંત અને રાધિકાની સગાઇ 19 જાન્યુઆરીના રોજ અંબાણી હાઉસ એન્ટીલિયામાં થઇ હતી. અનંત અને રાધિકાની સગાઇની વિધિ જૂની પરંપરા અને રસ્મ અનુસાર થઇ હતી, જેમાં ગોળધાણા અને ચુનરી વિધિ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં 29 ડિસેમ્બર 2022ના રોજ અનંત અને રાધિકાની રોકા સેરેમની થઇ હતી. સગાઇના ખાસ અવસર પર પૂરો અંબાણી પરિવાર એકસાથે નજર આવ્યો હતો. આ દરમિયાન બોલિવુડ અને ક્રિકેટ જગતની હસ્તિઓ સાથે સાથે બિઝનેસ જગતની હસ્તિઓ પણ સામેલ થઇ હતી.
આ દરમિયાન રાધિકાએ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ખાસ ડિઝાઈન કરેલ લહેંગા ચોલી જે ગોલ્ડ સિલ્કમાં હતો તે પહેર્યો હતો અને અનંતે બ્લૂ પરંપરાગત કુર્તો પહેર્યો હતો. આ ખાસ અવસર પર અનંતે કુર્તાની ઉપર જે બ્લેઝર પહેર્યુ હતુ તેમાં આઇકોનિક કાર્ટિયર પેન્થર બ્રોચ લગાવ્યો હતો, જેણે સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.
અનંતે બ્લુ કુર્તા સેટને પ્લેટિનમ/ગોલ્ડમાં બનાવેલા પેન્થેરે ડી કાર્ટિયર બ્રોચ સાથે એક્સેસરીઝ કર્યો હતો અને તેમાં સુંદર હીરા અને કેબોચોન કટ ઓનીક્સથી બનેલ રોસેટ્સનો સેટ હતો. આ ખાસ કાર્ટિર પેન્થર બ્રોચમાં એક મોટા આકારના પન્ના રત્નની ઉપર એક પેંથર બેઠેલો જોવા મળે છે.
આ બ્રોચની ખાસ વાત જણાવીએ તો દીપડાના શરીરના અંગો એવી રીતે હલનચલન કરી શકે છે કે બ્રોચનો ઉપયોગ બહુહેતુક જ્વેલરીના ભાગ તરીકે થઈ શકે છે. માથું ફેરવી શકે છે, અને અંગો પેન્ડન્ટ અથવા રિંગ અને ઇયરિંગ્સમાં પણ પરિવર્તિત થઈ શકે છે. બ્રોચની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડચેસ ઓફ વિન્ડસર પાસે 1949માં એક ક્લિપ બ્રોચ મંગાવવામાં આવ્યો હતો
અને તેમાં પ્લેટિનમ, સફેદ સોનું, સિંગલ-કટ હીરા, બે પિઅર આકારના પીળા હીરા, એક 152.35-કેરેટ કાશ્મીર નીલમ કેબોચોન અને નીલમ કેબોચન્સ. અનંત અંબાણીના આ બ્રોચની કિંમત લગભગ 1 કરોડ 13 લાખ 51 હજાર 087 થી લઈને 1 કરોડ 32 લાખ 26 હજાર 085 સુધી હોય છે. જેનું અસલી નામ Panthre de Carties Brooch છે. જેની ડિઝાઈન વર્ષ 1914માં જેક કાર્ટિયરે બનાવી હતી, જે કાર્ટિયર પરિવારની ત્રીજી પેઢીથી હતા.
View this post on Instagram