અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઇમાં રિંગ લઇને પહોંચ્યો હતો આ ખાસ સભ્ય…લૂંટી લીધી હતી લાઇમલાઇટ- જુઓ વીડિયો

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઇમા રિંગ લઇને પહોંચ્યો હતો અંબાણી પરિવારનો ડોગ, જોતા જ રહી ગયા હતા બધા મહેમાન- જુઓ વીડિયો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી હાલમાં ખૂબ લાઇમલાઇટમાં છે અને તેનું કારણ છે પ્રી-વેડિંગ સેરેમની… અનંત અને રાધિકા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે લગેન પહેલા બંનેના પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાવાના છે.

જણાવી દઇએ કે,અનંત-રાધિકાની ગયા વર્ષે મુંબઈમાં ગોળ ધાણા સેરેમની યોજાઇ અને હતી સગાઈ સેરેમની પણ યોજાઇ હતી. પરંતુ શું તમે જાણો છો કે સગાઈ માટે રિંગ કોણ લાવ્યુ હતું ? આ સભ્ય અંબાણી પરિવાર માટે લકી માનવામાં આવે છે. અનંત અને રાધિકાની સગાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અનંતની બહેન ઈશા અંબાણી પીરામલ તેનો પરિચય કરાવતી જોવા મળે છે.

ઈશા જાહેરાત કરતાની સાથે જ અંબાણી પરિવારનો ડોગની એન્ટ્રી થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની વીંટી લાવનાર બીજો કોઇ નહિ પણ આ ડોગ હતો. ડોગના ગળામાં લાલ સ્કાર્ફ હતો અને તેની સાથે સગાઈની વીંટી બાંધેલી હતી. જ્યારે ડોગ સ્ટેજ પર પહોંચ્યો ત્યારે અનંત અંબાણીએ સગાઈની વીંટી કાઢી. આ પછી અનંત અને રાધિકાએ રિંગ એક્સચેન્જ કરી.

સગાઇ બાદ પરિવાર દ્વારા તેમના પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. મુકેશ-નીતા અંબાણી સહિત સમગ્ર અંબાણી પરિવાર પુત્રની સગાઈમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાએ 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં ગોળ ધાણા સમારોહમાં સગાઈ કરી હતી. બંનેની સગાઈ ગુજરાતી રિવાજ મુજબ થઈ હતી.

Shah Jina