શું મુકેશ અંબાણી અને નીતિન અંબાણીની જેમ આકાશ અને અનંત વચ્ચે પણ પડશે ભાગલા ? જુઓ આ સવાલના જવાબ પર શું કહ્યું અનંત અંબાણીએ.. વાયરલ થયો વીડિયો
Anant about his relationship with Akash : અંબાણી પરિવારનું નામ આજે દુનિયાભરમાં જાણીતું છે અને હાલ આ પરિવારમાં ખુશીઓના પ્રસંગો પણ ચાલી રહ્યા છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા તેના પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન વતન જામનગરમાં થઇ રહ્યું છે. જેમાં દુનિયાભરની હસ્તીઓ સામેલ થઇ રહી છે. અનંત અંબાણી થોડા જ મહિનાઓ બાદ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવાનો છે. ત્યારે આ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
શું અનંત અને આકાશ વચ્ચે થશે વિવાદ :
આ બધા વચ્ચે અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક પત્રકાર સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયોમાં પત્રકાર અનંત અંબાણીને ઘણા બધા સવાલો પૂછે છે જેના જવાબ પણ અનંત ખુબ જ નમ્રતાથી આપતો જોવા મળે છે. આ દરમિયાન એક એવો સવાલ પણ પૂછે છે કે “અગાઉની જનરેશનમાં જેમ અંબાણી પરિવારમાં વિવાદ થયેલા જોવા મળ્યા હતા, શું તમને પણ આવા કોઈ વિવાદની ચિંતા થયા કરે છે ?”
અનંતે આપ્યો સુંદર જવાબ :
આ સવાલનો જવાબ પણ અનંત ખુબ જ વિનમ્ર થઈને આપે છે અને કહે છે કે, “મારો ભાઈ મારો રામ છે અને મારી બહેન એકદમ માતાજીનું સ્વરૂપ છે અને મારી હંમેશા રક્ષા કરે છે. અને તે જેમ કહેશે તેમ જ હું કરીશ. અમારી વચ્ચે કોઈ કોમ્પિટિશન નથી. જો તમે આગળ પાછળ વાળનું સાંભળશો તો કોમ્પિટિશન થશે. પરંતુ એકબીજા પર વિશ્વાસ રહેશો તો કોમ્પિટિશન થવાનો કોઈ ચાન્સ જ નથી.
લોકોએ કર્યા વખાણ :
ત્યારે હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર અનંત અંબાણીનો આ જવાબ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ અંબાણી પરિવારના આવા સંસ્કારોની ખુબ જ પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને અનંત અંબાણીની વિનમ્રતા પસંદ આવી તો ઘણા લોકોએ અંબાણી પરિવારમાં ભાઈઓની આ ભાવનાના પણ વખાણ કર્યા છે.
View this post on Instagram