આણંદમાં નામચીન પીઝા બ્રાન્ડ ધરાવતી કંપનીના આઉટલેટમાં પીઝા ખાવા જનારા ગ્રાહકને થયો કડવો અનુભવ, ચિલિફ્લેક્સમાંથી નીકળી ઈયળો

ખાણીપીણીની વસ્તુઓમાં વાળ અને જીવાત નીકળવાની ઘણી ઘટનાઓ આજકાલ સામે આવી રહી છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં તથા હોવાનું સામે આવે છે. મોટી મોટી બ્રાન્ડ પણ હાઇજીનની વાતો કરતી હોય છે પરંતુ તેમના જ આઉટલેટમાંથી ઘણીવાર જીવાત અને વંદા નીકળવાની ઘટનાઓ સામે આવે છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના આણંદમાંથી સામે આવી છે. આણંદમાં સોજીત્રા રોડ ઉપર આવેલા મારુતિ સીલેરીઓ કોંપ્લેક્સમાં ચાલતી એક નામચીન પીઝા બ્રાંડના આઉટલેટમાં એક ગ્રાહક પીઝા ખાવા માટે ગયું હતું. ત્યાં પીઝા ખાતા દરમિયાન ચિલિફ્લેક્સની બોટલની અંદરથી ઈયળો નીકળવાનો મામલો સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતભાઈ પરમાર નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે આ પીઝા આઉટલેટમાં પીઝા ખાવા માટે ગયા હતા, જ્યાં ચિલિફ્લેક્સની બોટલમાંથી ઈયળો નીકળતા તેમને મેનેજરને ફરિયાદ કરી હતી, ત્યારે મેનેજરે તેમને કહ્યું હતું કે “આવું તો ચાલ્યા કરે.” જેના બાદ ભારતભાઈનું બિલ માફ કરવાની પણ વાત કરી હતી.

પરંતુ ભારતભાઈને મેનેજરના જવાબથી સંતોષના થતા તેમને ચીલી ફ્લેક્સની ડબ્બીમાંથી ઈયળો નીકળતા ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. અને ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી રેસ્ટોરાના સંચાલક સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરીયાદ કરવાની તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Niraj Patel