“અનુપમા”ની વહુ નંદિનીએ છોડી એક્ટિંગની દુનિયા ? શો છોડવા પાછળનું એવું કારણ જણાવ્યુ કે….

સ્ટાર પ્લસનો પોપ્યુલર શો અનુપમા છેલ્લા ઘણા સપ્તાહથી ટીઆરપીમાં ટોપ પર રહે છે. આ શો જયારથી શરૂ થયો છે ત્યારથી દર્શકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે લીડ રોલ રૂપાલી ગાંગુલી પ્લે કરી રહી છે. પરંતુ અનુપમા સાથે સાથે બધા સ્ટાર્સ આ દિવસોમાં દર્શકો પર રાજ કરી રહ્યા છે. આ શોએ દર્શકોમાં સારી એવી પકડ બનાવી લીધી છે. પરંતુ, આ દરમિયાન શોને લગતા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

અનુપમા ફેમ અભિનેત્રી અનઘા ભોસલે કે જે શોમાં સમરની ગર્લફ્રેન્ડ નંદિનીનું પાત્ર નિભાવી રહી હતી તેણે જાહેરાત કરી છે કે તે માત્ર શોને જ નહીં પરંતુ અભિનયની દુનિયાને પણ અલવિદા કહેવા જઇ રહી છે. અનઘાના કહેવા પ્રમાણે, તે તેના જીવનમાં શાંતિ મેળવવા માંગે છે અને તેથી જ તેણે અભિનય છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ અનુપમાના અનઘા ભોંસલેના ટ્રેકને પૂરા કરવા માટે શૂટિંગ કરવામાં આવ્યું છે.

હવે તે આ શોમાં જોવા નહીં મળે. પરંતુ, હવે અનઘાના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. અનઘાએ તેના નિર્ણય પાછળનું કારણ ઈન્ડસ્ટ્રીની ડુપ્લીસીટીને જણાવ્યું છે. અનઘાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈન્ડસ્ટ્રીની ડુપ્લીસીટીથી પરેશાન છે અને આ ઈન્ડસ્ટ્રીમાં આગળ કામ કરવા માંગતી નથી. આ જ કારણ છે કે તેણે અનુપમાને જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીને પણ છોડવાનો નિર્ણય લીધો છે. અનઘા કહે છે કે તે ઈન્ડસ્ટ્રીના દંભથી પરેશાન છે, તેથી તે ઈન્ડસ્ટ્રી છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરી રહી છે.

અભિનેત્રીએ કહ્યું- ‘ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો સાચા નથી હોતા. અહીંના લોકો પાગલ છે. તમે જે નથી તે વ્યક્તિ બનવા માટે તમે હંમેશા દબાણ હેઠળ છો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું દબાણ છે. સ્પર્ધા એટલી બધી છે કે લોકો એકબીજાને કચડીને આગળ વધવા માંગે છે. એટલા માટે હું નકારાત્મક બાબતો છોડીને આધ્યાત્મિકતાના માર્ગે ચાલવા માંગુ છું. જેથી મારા જીવનમાં શાંતિ આવે. શોમાં તેના કો-સ્ટાર પારસ કલનાવતે પણ અનઘાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.

ટેલીચક્કરને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું- ‘મને અનઘા સાથે શૂટિંગ કરવાની આદત પડી ગઈ છે. અમે બંને સારા મિત્રો બની ગયા હતા અને હું તેને ખૂબ મિસ કરીશ. તે આગળ કહે છે- ‘હું તેના નિર્ણય પર વધુ કહી શકતો નથી, પરંતુ જો તેણીમાં અભિનયનો શોખ હશે તો તે ચોક્કસપણે પાછી આવશે. મને આશા છે કે તે જલ્દી શોમાં એન્ટ્રી કરશે.

ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં અનઘાએ કહ્યું કે રાજકારણ, ગંદી સ્પર્ધા, સતત સારા દેખાવવાનું તથા હંમેશાં પાતળા જ રહેવાનું અને સોશિયલ મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ કરવાનું દબાણ રહેતું હતું. જો તમે આવું ના કરો તો તમે પાછળ મૂકાઈ જાવ. આ બધી બાબતો તેને પસંદ નહોતી. ઉલ્લેખનીય છે કે સ્ટાર પ્લસનો શો અનુપમા વર્ષ 2020માં શરૂ થયો હતો. ત્યારથી આ શો દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

Shah Jina