લગ્ન પહેલા જ બની ચુકેલી સલમાનની આ હિરોઈન મંગેતરથી અલગ થઇ? ફેન્સ આવ્યા ટેંશનમાં

બી-ટાઉન ઇન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં ઘણા રિશ્તા તૂટી રહ્યા છે. કોઇ કપલ તેમના 15 વર્ષ જૂના લગ્ન તોડી રહ્યા છે તો કોઇ 6 વર્ષના સંબંધને તોડી રહ્યા છે. હવે વધુ એક રિલેશન તૂટવાની ખબર સામે આવી રહી છે. અભિનેત્રી એમી જેક્શને તેના મંગેતર જોર્જ પાનાયિટૂ સાથે સંબંધ ખત્મ કરી લીધો છે. જો કે, હજી આ વાતની પુષ્ટિ થઇ નથી. પરંતુ એમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તરફ ઇશારો કર્યો છે.

એમી જેક્શને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જોર્જ સાથેની બધી તસવીરો ડિલીટ કરી દીધી છે. આ બાદથી જ સોશિયલ મીડિયામાં એમી અને જોર્જના બ્રેકઅપની ખબરો આવી રહી છે. જો કે, એમી અને જોર્જ બેમાંથી કોઇએ પણ હજી સુધી આ વાત પર ઓફિશિયલ નિવેદન આપ્યુ નથી.

એમીની ઇન્સ્ટાગ્રામ પર હાલમાં પોસ્ટ જોઇએ તો તેણે તેની સિંગલ તસવીર શેર કરી છે અને કેટલીક તસવીરોમાં તેની સાથે તેનો દીકરો જોવા મળી રહ્યો છે. પરંતુ કોઇ પણ તસવીરમાં જોર્જ નથી જોવા મળી રહ્યો. ચાહકો બંનેના લગ્નની ઘણી રાહ જોઇ રહ્યા હતા અને એવામાં એમી અને જોર્જના અલગ થવાની ખબરોએ ચાહકોને નિરાશ કરી દીધા છે.

એમી અને જોર્જ વર્ષ 2015થી એકસાથે હતા. જોર્જે 1 જાન્યુઆરી 2019ના રોજ એમીને જામ્બિયામાં પ્રાઇવેટ ડિનર પર પ્રપોઝ કર્યુ હતુ અને તેના ત્રણ મહિના બાદ માર્ચ 2019માં એમીએ પ્રેગ્નેટ હોવાની જાણકારી આપી હતી. મેં મહિનામાં કપલની સગાઇ હતી. એમીના બેબી સાવરની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

સપ્ટેમ્બર 2019માં એમીએ તેના દીકરા એંડ્રિયાસને જન્મ આપ્યો હતો. પહેલીવાર પેરેન્ટ્સ બનેલ એમી અને જોર્જની ખશીનું તો કોઇ ઠેકાણુ જ રહ્યુ ન હતુ. આ વચ્ચે કપલના લગ્નની ખબરો પણ ચર્ચામાં રહી હતી. પરંતુ પેનડેમિકને કારણે તેમના લગ્ન ન થઇ શક્યા.

એમીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઘણી હિંદી અને સાઉથ ફિલ્મોનો ભાગ રહી છે. એમી છેલ્લી વાર રજનીકાંતના ઓપોઝિટ ફિલ્મ “રોબોટ 2.0” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો.

એમીનું અભિનેતા પ્રતીક બબ્બર સાથેનું રિલેશન ચર્ચામાં રહ્યુ હતુ. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ બંનેનો સંબંધ લાંબો ન ચાલી શક્યો. એમી જેક્શન સાથે બ્રેકઅપનો પ્રતીક પણ ઊંડો પ્રભાવ પડ્યો હતો.

Shah Jina