પ્રેમમાં પાગલ બનીને લોકો શું-શું નથી કરતા, પરંતુ એક અભિનેત્રીએ તો હદ જ વટાવી દીધી હતી. તેણે તેના બોયફ્રેન્ડ સાથે એવું કામ કર્યુ કે હોટલના રૂમમાંથી સીધુ જ હોસ્પિટલ જવું પડ્યું. તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ અભિનેત્રીએ પોતે આ વાત કહી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી અમૃતા રાવ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ લોકોના દિલમાં વસે છે. તેની એક્ટિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ તેણે છેલ્લા કેટલાક સમયથી પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી છે. ચાહકો હજુ પણ તેને ફિલ્મોમાં જોવા માંગે છે. અભિનેત્રી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં અમૃતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. અમૃતા રાવે આરજે અનમોલ સાથે લગ્ન કર્યા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. બંનેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જે તેણે પોતાના શો ‘કપલ ઓફ થિંગ્સ’માંથી શેર કર્યો છે. જેમાં તે પોતાની પહેલી મુલાકાતની ઘણી બાબતોને વીડિયોના રૂપમાં બતાવે છે. બંને બધા દ્રશ્યો ફરીથી બનાવે છે. આ વીડિયોના કારણે બંને 10 વર્ષ પાછળ જઈ રહ્યા છે.
અભિનેત્રી અમૃતા રાવ અને આરજે અનમોલની ગણતરી બોલિવૂડના ક્યૂટ કપલ્સમાં થાય છે. અમૃતા રાવ અને અનમોલ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને કપલ ગોલ આપતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને હોળીના સમયનો સીન રિક્રિએટ કરે છે. જ્યાં વાસ્તવમાં બંને ‘મિશન રંગ બરસે’ માટે એક હોટલમાં રોકાયા હતા. તેઓ આ દ્રશ્ય માટે રૂમ બુક કરે છે. જ્યાં બંને પોતાનો ચહેરો છુપાવે છે. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બંને એક રૂમમાં આવે છે અને આનંદ માણવા માટે કંઈક પીવે છે.
એક તરફ જ્યાં અમૃતા એક જ ઘૂંટમાં અટકી જાય છે. તો ત્યાં આરજે અનમોલે 2 ગ્લાસ પૂરા કરે છે. આ પછી અનમોલની તબિયત બગડી જાય છે અને ફેમિલી ડોક્ટરને પૂછવા પર એડમિટ થવાનું કહે છે. અમૃતા અને અનમોલ કારમાં બેસીને હોસ્પિટલ જાય છે. જે બાદ અમૃતાએ ખુલાસો કર્યો કે અનમોલ સાથે શું થયું. અમૃતાએ ખુલાસો કર્યો કે તેને હોટલમાંથી ફોન આવ્યો હતો કે અનમોલને શું થયું હતું.જેના જવાબમાં અમૃતા જુઠું બોલી બહાનુ કાઢે છે.આ ઘટના વિશે અમૃતાએ તેના મા બાપને પણ કહ્યું નથી.
અને અંતમાં બન્ને ‘જીવનમે હાઈ હોના ઓર પ્યારમે હાઈ હોના બહેતર હે’ કહી વીડિયોને પૂરો કરે છે. તેનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર અમૃતા અને અનમોલે ભાંગ પીધી હતી.