અમરેલી પોલીસે ડ્રોનની મદદથી દારૂના ભઠ્ઠા ઉપર બોલાવી તવાઈ, અત્યાર સુધી એટલા બધા કેસ નોંધાયા, જુઓ અંદરની તસવીરો

ગુજરાતની અંદર  દારૂબંધીનો કાયદો અમલમાં છે છતાં પણ આ કાયદો કહેવા પૂરતો જ છે, ગુજરાતનું કોઈપણ એવું શહેર નથી જ્યાં દારૂ ના મળતો હોય, તો ઘણી જગ્યાએ તો દારૂ બનાવવામાં પણ આવે છે અને આવા દારૂના ભઠ્ઠા ઉપરથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ પણ થતું હોય છે.

ત્યારે હાલમાં અમરેલી પોલીસે આ દારૂના આ ભઠ્ઠાઓ શોધી કાઢવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો. અમેરિલી પોલીસ દ્વારા ટેક્નોલોજીની મદદ લેવામાં આવી અને ડ્રોન કેમેરાની મદદથી અમરેલીના અંતરિયાળ વિસ્તારમાં ધમધમતા દારૂના ભઠ્ઠા ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના અંતરિયાળ વિસ્તારમાં દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મોટાપાયે ચાલી રહી હતી, આવી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મોટાભાગે ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં નદી કિનારે ચાલતી હોવાના કારણે તેમની તપાસ કરવું પોલીસ માટે પણ મુશ્કેલ હતું, ત્યારે પોલીસે આ ભઠ્ઠીઓને પકડવા માટે આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો અને ડ્રોનની મદદથી તપાસ કરવાનું શરૂ કર્યું.

પોલીસને ડ્રોનની મદદથી આવી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં સફળતા પણ મળી. જેમાં અત્યાર સુધી અમરેલી પોલીસે  જુદા – જુદા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીના કેસો તથા કબ્જાનાં કેસો સહિત કુલ પ્રોહિબીશનના 65 કેસો શોધી કાઢ્યા. જેમાં ભઠ્ઠીના-9, દેશી દારૂ કબ્જાના-23, તથા કેફી પીણુ પીવા અંગેના 33 કેસો કરવામાં આવેલ છે અને 49 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલા અનોખા પ્રયાસમાં અમરેલી તાલુકાના ચિતલ ગામમાં ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએથી દેશી દારૂના ભઠ્ઠા પકડી તેમાંથી રૂપિયા 660ની કિંમતનો 33 લીટર દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લીટર આથો અને દારૂ બનાવવાના 710 રૂપિયાના સામાન સાથે કુલ 1640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ અન્ય સ્થળો ઉપરથી આ રીતે ડ્રોન ઉડાડીને બીજા ભઠ્ઠાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા.

અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને ગુજરાતના DGP દ્વારા પણ વખાણવામાં આવી. ટ્વીટરમાં ડીજીપી ગુજરાત દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે “અમરેલી એસપી અને  દ્વારા ડ્રોનની મદદથી સારી કામગીરી કરવામાં આવી.”  તમને જણાવી દઈએ કે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ આ કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેમને અને તેમની ટીમે ખુબ જ સુંદર કામગીરી કરીને આ પર્દાફાશ કર્યો.

Niraj Patel