અમિતાભ બચ્ચનના ઘરે તેમને મળવા આવેલા ભીડમાંથી એક નાનો ચાહક સિક્યુરિટી ઘેરાને તોડીને અંદર પ્રવેશ્યો, પછી કર્યું એવું કામ કે… જુઓ

સિક્યુરિટી વાળાને ચકમો આપીને આ નાનો ટેણીયો પહોંચી ગયો અમિતાભ બચ્ચનની પાસે, પછી કર્યું એવું કે.. જુઓ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમની એક ઝલક જોવા માટે પણ અધીરા બનતા હોય છે. ત્યારે અમિતાભ પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતા અને રવિવારના રોજ ચાહકોને મળવા માટે ખાસ આયોજન પણ કરતા હોય છે. ત્યારે આ રવિવારે બિગ બીની સન્ડે મીટમાં કંઈક અનોખું જોવા મળ્યું.

રવિવાર્ની સન્ડે મીટમાં અમિતાભની એક ઝલક જોવા માટે ભારે ભીડ ઉમટી હતી. ઘણી વખત અમિતાભ બ્લોગમાં ચાહકોને મળવાની તસવીરો પણ શેર કરતા રહે છે. હવે તેમને એક ઘટના વર્ણવી છે જ્યારે એક નાનો ચાહક સુરક્ષા ઘેરાને તોડીને તેમની પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે ઘણી તસવીરો પણ શેર કરી છે. જ્યારે અમિતાભ ચાહકોને મળે છે ત્યારે તેમની સુરક્ષામાં ઘણા અંગરક્ષકો ઉભા હોય છે. અને તે દૂરથી અભિવાદન કરે છે.

અમિતાભે લખ્યું, “અને આ નાનો છોકરો 4 વર્ષની ઉંમરે ડોનને જોયા પછી ઈન્દોરથી આવ્યો હતો… અને અટકી ગયો… ડાયલોગ એક્ટિંગ મારી લાઈનો વગેરે… મળવાની લાંબી ઈચ્છા હોવાથી આંસુ હતા…તેને પોતાને મારા ચરણોમાં નાખી દીધો, જે મને પસંદ નથી…પણ…’ આ ઘટનાની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે ચાહકોની ભીડ વચ્ચે એક બાળક સુરક્ષા તોડીને આગળ વધી રહ્યો છે. તે અમિતાભના ચરણોમાં માથું ઝુકાવે છે. દરમિયાન બાઉન્સરો તેમને પકડવાનો પ્રયાસ કરે છે. ફેન પોતાની પેટીંગ પર અમિતાભનો ઓટોગ્રાફ લે છે. અમિતાભ લખે છે, ‘તે ભીડના વર્તુળને તોડીને દોડ્યો… દિલાસો આપ્યો… તેના પેટિંગનો ઓટોગ્રાફ આપ્યો અને તેણે તેના પિતાનો પત્ર આપ્યો… ચાહકોની લાગણીઓ… જ્યારે હું એકલો હોઉં ત્યારે તે મને ઉત્સાહ આપે છે. કેવી રીતે, ક્યારે કેમ… I.”

Niraj Patel