અમિત શાહનો પતંગ કાપ્યા બાદ એટલો ખુશ થઇ ગયો છોકરો કે વીડિયો થઇ ગયો વાયરલ

14 જાન્યુઆરીએ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયેલુ જોવા મળ્યુ અને લગભગ દરેક વ્યક્તિ પતંગ ચગાવવા સાથે લપેટ લપેટની બૂમો પણ પાડતા જોવા મળ્યા. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ તહેવારને માણતા જોવા મળ્યા.

ઉત્તરાયણ પર પતંગ ચગાવતા જોવા મળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 

પતંગ ચગાવવામાં મગ્ન અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અમિત શાહ હસતા પતંગ ચગાવી રહ્યા છે અને તેમને પતંગ એક યુવક કાપી નાખે છે. આ યુવક પતંગ કાપ્યા પછી એટલો ખુશ થઈ જાય છે કે કહેવું જ શું. જો કે, કેમેરો જ્યારે બીજા ધાબા પર ફરે છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ દોરી લપેટતા જોઇ શકાય છે.

એક યુવકે પતંગ કાપ્યા પછી ગૃહમંત્રીએ આપ્યુ આ રિએક્શન

આ પછી તે વ્યક્તિ ગુજરાતી ભાષામાં કહે છે કે તેણે ગૃહમંત્રી અમિત શાહનો પતંગ કાપ્યો છે. આ છોકરાની ખુશી જોઈને અમિત શાહ પણ હસી પડે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહે પતંગ ઉડાવ્યા બાદ એક નાની બાળકી સાથે હાથ પણ મિલાવ્યા હતા અને તેને આશીર્વાદ પણ આપ્યા. અમિત શાહે સૌને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina