તારક મહેતાના બાપુજી એટલે કે અમિત ભટ્ટ છે ખુબ જ યંગ અને સ્માર્ટ, અભિનેત્રીને પણ ટક્કર આપે છે તેમની પત્ની

તારક મહેતાના બાપુજી અસલ જિંદગીમાં એટલા ઘરડા નથી પરંતુ છે જવાન, આ વસ્તુના છે ખુબ જ શોખીન

ટીવીના સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપકલાલ જયંતીલાલ ગડાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટે પોતાની દમદાર અભિનયથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શોમાં વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવનાર અમિત વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્માર્ટ અને યુવાન છે. એટલું જ નહીં તે શોમાં દીકરા દિલીપ જોશી કરતા પણ ઘણા નાના છે.

અમિત ભટ્ટ સૌરાષ્ટ્ર ગુજરાતના રહેવાસી છે. વાસ્તવિક જીવનમાં તેની ઉંમર 48 વર્ષ છે ચંપક કાકા એટલે કે અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હેન્ડસમ છે. તેની પત્નીનું નામ કૃતિ છે અને તેમને જોડિયા પુત્રો છે. જેમના નામ દેવ ભટ્ટ અને દીપ ભટ્ટ છે. તે બંને એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં પણ દેખાયા હતા.

દેવ ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને ઘણીવાર તેમના માતાપિતા સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બાપુજી વાસ્તવમાં તેમના ઓનસ્ક્રીન પુત્ર જેઠાલાલ કરતા ઉંમરમાં નાના છે.

અમિત ગુજરાતી સિનેમામાં જાણીતું નામ બની ગયું છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં ઘણી મહાન ભૂમિકાઓ ભજવી છે. અમિતને સ્ટેજ શોની સાથે સાથે ફિલ્મો અને સિરિયલો કરવાનું પસંદ છે. અમિત ભટ્ટે ‘બહર આવ તારી બૈરી બતાવું’, ‘ગુપચૂપ-ગુપચૂપ’, ‘પારકે પૈસા લીલા લહેર’ અને ‘ચેહરા પે મહોરુ’ જેવા સ્ટેજ શોને કારણે ઘણી હેડલાઇન્સ મેળવી છે.

અમિત ભટ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળે છે. ચાહકો તેના બાળકો અને પત્નીની તસવીરો પણ શેર કરતા રહે છે. અમિતની રીલ અને રિયલ લાઈફની તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. અહેવાલો અનુસાર અમિત ભટ્ટને દરેક એપિસોડ માટે 70-80 હજાર રૂપિયા મળે છે.  અમિત અને તેમની પત્નીને ફરવાનો ખુબ જ શોખ છે. અમિત તેના ટાઈટ શેડ્યુલથી સમય નીકળીને તેમની પત્ની સાથે નવી નવી જગ્યાએ ફરવા જતા હોય છે.

લોકો શોમાં તેના અભિનયની પ્રશંસા કરે છે અને અમિત ભટ્ટને આ ભૂમિકામાં જોઈને ખુશ છે. અમિત ટોયોટા, ઇનોવા ક્રિસ્ટા જેવી ગાડીઓના મલિક છે. અમિત ભટ્ટે ‘ખીચડી’, ‘યસ બોસ’, ‘ચુપકે ચુપકે’, ‘ફની ફેમિલી ડોટ કોમ’, ‘ગપશપ કોફી શોપ’ અને ‘એફઆઈઆર’ જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે. આ સિવાય અમિત સલમાન ખાનની ફિલ્મ ‘લવયાત્રી’માં પણ જોવા મળ્યા હતા.

Patel Meet