ખૂબ જ સુંદર છે ‘તારક મહેતા’ના બાપુજી ચંપકલાલની પત્ની કૃતિ ભટ્ટ ! ખૂબસુરતી આગળ અભિનેત્રીઓ પણ પડે ફીક્કી

દાદાજીની વાઇફ કૃતિ કોઇ બોલિવુડ અભિનેત્રીથી નથી કમ, તસવીરો જોઇ ચાહકો પણ બોલી ઉઠ્યા- વાહ ! જુઓ ક્યૂટ તસવીરો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરનો ફેવરિટ શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. ચાહકો પણ કલાકારોના અંગત જીવન વિશે જાણવા માંગે છે. આટલું જ નહીં, ચાહકો સોશિયલ મીડિયા પર તેમની જૂની તસવીરો પણ શોધતા રહે છે. શોમાં જેઠાલાલ અને દયાબેનનું પાત્ર સૌથી ફેવરેટ છે, પણ જેઠાલાલના બાપુજી એટલે કે દાદાજી ચંપકલાલને પણ દર્શકો ઘણા પસંદ કરે છે.

ચંપકલાલનું પાત્ર અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે, જેમને શોમાં એક વૃદ્ધ વ્યક્તિનું પાત્ર મળ્યું છે. જો કે, ચંપક લાલ ઉર્ફે અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં એકદમ યુવાન અને હેન્ડસમ છે. આ સાથે તેમની પત્ની કૃતિ ભટ્ટ પણ ખૂબ જ સુંદર છે. કપલની રોમેન્ટિક તસવીરો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ જાય છે.

અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ પણ છે. આટલું જ નહીં તેમની પત્ની બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી દેખાતી. કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. ચંપકલાલ ગડા ઉર્ફે અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ રોમેન્ટિક પણ છે. તે અવારનવાર પત્ની સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અમિત ભટ્ટની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે.

ક્રુતિની સુંદરતા જોયા બાદ તો લોકો તેની તુલના અભિનેત્રીઓ સાથે કરે છે. ક્રુતિ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આવતી રહે છે અને શોના તમામ કલાકારો સાથે તેના સારા સંબંધો છે. આટલું જ નહીં તેની મહિલા ગ્રુપ સાથે પણ ઘણી દોસ્તી છે. અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ બે પુત્રોના માતા-પિતા છે. બંને પુત્રો ખૂબ જ સુંદર છે. અમિત ભટ્ટના પુત્રોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અભિનય પણ કર્યો છે અને કેટલાક એપિસોડમાં તે જોવા પણ મળ્યા હતા.

અમિત ભટ્ટ અને તેમની પત્નીના બંને પુત્રોના નામ દેવ અને દીપ છે. અમિત અને કૃતિ ભટ્ટને નવા સ્થળોની મુલાકાત લેવાનો ઘણો ક્રેઝ છે અને બંને એકબીજાના ટ્રાવેલ પાર્ટનર પણ છે. બંને પોતાના પરિવાર સાથે નવી જગ્યાઓ ફરવા જાય છે. અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટ પણ ઘણા ફની વીડિયો પણ બનાવે છે, જેમાં ક્રુતિની સ્ટાઇલિશ સાઇડ પણ જોવા મળે છે. જો કે કૃતિને અભિનય સાથે કોઈ લેવાદેવા નથી, પણ તે તેની ઇન્સ્ટા રીલ્સમાં અમિતાને ઘણો સપોર્ટ કરે છે.

જણાવી દઇએ કે, અમિત ભટ્ટ તેમની પત્ની સાથે દિશા વાકાણીના રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. ત્યાંની તસવીર પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, અસલ જીવનમાં અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દીલિપ જોશીથી પણ નાના છે. 19 ઓગસ્ટ 1972માં જન્મેલા અમિત ભટ્ટ 50 વર્ષના છે, જ્યારે દીલિપ જોશી 54 વર્ષના છે. અમિત ભટ્ટના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તારક મહેતા સિવાય… તે ખીચડી, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, એફઆઈઆરમાં જોવા મળ્યા છે.

Shah Jina