Uber ડ્રાઇવરે માસ્ક પહેરવા કહ્યુ તો મહિલાએ ખરાબ કામ કર્યું પછી જે થયુ તે… જુઓ વાયરલ વીડિયો

કોરોના સંક્રમણને કારણે દુનિયાના ઘણા દેશોમાં આ સમયે કોઇ જાહેર સ્થળે માસ્ક પહેરવું જરૂરી બન્યુ છે. કોઇ માસ્ક ન પહેરે તો કોઇ બીજાના કહેવા પર પણ તે પહેરી લેતા હોય છે પરંતુ અમેરિકામાં એક અજીબ મામલો સામે આવ્યો છે.

અહીં સેન ફ્રાંસિસ્કોમાં ટેક્સીમાં બેઠેલી મહિલાઓને જયારે ડ્રાઇવરે માસ્ક લગાવવાનું કહ્યુ તો તેઓ ભડકી ઉઠ્યા.આ ઘટના ગત રવિવારની છે. સેન ફ્રેન્સિસ્કોમાં ઉબર કેબ બુક કરાવ્યા બાદ 3 મહિલાઓ કારમાં બેસી હતી. તેમાંથી એક મહિલાઓ માસ્ક પહેર્યુ નહતુ.

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ડ્રાઈવરે મહિલાને માસ્ક પહેરવા કહ્યું અને ગાડી ચલાવવાની ના પીડી દીધી. તેની આ વાતથી કારમાં બેસેલી મહિલાઓ ભડકી ઊઠી અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી. મહિલા કોરાના વાઈરસની ગાઈડલાઈનનો ભંગ કરી ડ્રાઈવર પર ઉધરસ ખાવા લાગી. એક મહિલાએ ડ્રાઈવરનો ફોન છીનવાનો પ્રયાસ કર્યો અને તેણે ડ્રાઈવરે પહેરેલો માસ્ક ઉતારી દીધો. ત્યારબાદ બંને વચ્ચે ઘણી મગજમારી પણ થઈ.

Image source

ડ્રાઇવર અનુસાર, જયારે તેમણે માસ્ક પહેરવા કહ્યુ ત્યારે એક મહિલાએ પોતાને કોરોના પોઝિટીવ હોવાનુ જણાવી હંગામો મચાવી દીધો. તે બાદ તેણે ડ્રાઇવર સાથે અભદ્રતા કર્યા બાદ બધી મહિલાઓ ટેક્સીથી બહાર નીકળી ત્યારે એક યુવતિએ બારીમાંથી પેપર સ્પ્રેનો છંટકાવ કર્યો જેનાથી તેેને શ્વાસ લેવામાં મુશ્કિલ થઇ રહી હતી.

તમને જણાવી દઇએ કે, આ ઘટનાનો વીડિયો એક પત્રકારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યાં ઉબરના એક અધિકારીએ જણાવ્યુ કે, બધી જ મહિલા પેસેન્જર્સને હંમેશા માટે બેન કરી દેવામાં આવી છે. કંપનીએ કહ્યુ કે, આ વ્યવહાર અસ્વીકાર્ય છે અને સમુદાયના દિશા-નિર્દેશો વિરૂદ્ધ છે.

ઘટાનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલિસ એકશનમાં આવી હતી અને ડ્રાઇવર પર હુમલે કરનાર મહિલા યાત્રીની ધરપકડ કરવામાં આવી હતી.

જુઓ વીડિયો :-

Shah Jina