એર-શો દરમિયાન ઘણી મોટી દુર્ઘટના, 2 પ્લેન આકાશમાં જ એક બીજા સાથે ટકરાઈ ગયા, આટલા બધા લોકો મોતને ભેટ્યા, જાણો સમગ્ર મામલો

દુઃખદ: પ્લેન હવામાં જ ભટકતા આટલા બધા લોકો સીધા ભગવાન પાસે પહોંચી ગયા, જુઓ ફાઈટર પ્લેનનો વીડિયો

અમદાવાદના રિવરફ્રન્ટ પર થોડા દિવસ પહેલા જ ડિફેન્સ એક્સ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને સેનાના પરાક્રમને નિહાળ્યું હતું. ત્યારે આ દરમિયાન ઘણી એવા એવા કરતબ પણ સેના દ્વારાબતાવવામાં આવ્યા હતા કે જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા, અમદાવાદમાં તો ડિફેન્સ એક્સ્પો ખુબ જ સફળ રહ્યો પરંતુ હાલ ખબર આવી રહી છે, એક એર-શો દરમિયાન બે વિમાન આકાશમાં જ અથડાઈ ગયા.

આ ઘટના સામે આવી છે અમેરિકામાંથી. જેમાં ડલાસની અંદર એક એર શો દરમિયાન બે સેનાના પ્લેન આકાશમાં એક બીજા સાથે ટકરાઈ ગયા હતા અને તેમના પરખચ્ચા ઉડી ગયા હતા. ક્રેશ થયા બાદ બંને પ્લેનમાં ભીષણ આગ લાગી ગઈ, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાની પણ ખબર સામે આવી છે. પૂર્વ સૈનિક દિવસના અવસર પર ડલાસમાં એક એર શોનું આયોજન કરવામાં આવ્યું થયુ જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનની માલિકી”કોમેમોરેટિવ એર ફોર્સની પ્રવક્તા લેહ બ્લોકે જણાવ્યું હતું કે તેનું માનવું છે કે B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ બમવર્ષક વિમાનમાં ચાલક દળના પાંચ સદસ્યો અને પી-63 કિંગ કોબરા લડાકુ વિમાનમાં એક વ્યક્તિ સવાર હતો, જેના કારણે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું ખબર સામે આવી છે.

તમને જણાવી દઈએ કે આ એર શોની ઘટના શનિવારે બપોરે લગભગ 1 વાગે અને 20 મિનિટ પર શહેરના મુખ્ય વિસ્તારથી લગભગ 16 કિલોમીટર દૂર ડલાસ એકીકયુટીવ એરપોર્ટ પર થઇ હતી. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ડલાસમાં થયેલા આ પ્લેન ક્રેશનો વીડિયો પણ ઝડપથી  વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બંને પ્લેનમાં આગ લાગેલી જોઈ શકાય છે.

Niraj Patel