‘ગદર-2’ની સક્સેસ પાર્ટીમાં સકીનાએ પહેર્યો એટલો રીવિલિંગ ડ્રેસ કે…ચોંકી ગયા બધા

Ameesha Patel Reveling Gown : સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને આ ફિલ્મે 500 કરોડનો આંકડો પર પાર કરી લીધો છે. ત્યારે હાલમાં જ મેકર્સે સક્સેસ બેશનું આયોજન કર્યું હતુ. આ પ્રસંગે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ ઉપરાંત બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

ગદર-2ના સક્સેસ બેશમાં બોલ્ડ લુકમાં પહોંચી અમીષા પટેલ
આ દરમિયાન બધાની નજર સકીના એટલે કે અમીષા પટેલ પર ટકેલી હતી. આ ખાસ અવસર પર અમીષા પટેલ એટલી બોલ્ડ થઇને પહોંચી હતી કે તેને જોઈને તારા સિંહ પણ ચોંકી ગયો. સામે આવેલી તસવીરોમાં અમીષા પટેલનો કિલર લુક જોઇ શકાય છે. ફિલ્મના સક્સેસ બેશમાં સકીના બ્લેક સ્ટ્રેપી ગાઉનમાં પહોંચી હતી. એક્ટ્રેસનું આ ગાઉન એટલું રિવિલિંગ હતુ કે તે તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યુ હતુ.

ડીપનેક અને સ્લિટ ડ્રેસમાં બતાવ્યો ગજબનો હોટ અવતાર
અભિનેત્રીનો આ ડ્રેસ માત્ર ડીપ નેક જ હતો પણ આગળની બાજુથી એટલો ઉંચો સ્લિટ કટ હતો કે અમીષા ખૂબ જ હોટ લાગી રહી હતી. સકીનાના આ લુકની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે સલવાર સૂટમાં સતત ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળેલી અભિનેત્રીએ ફિલ્મની સક્સેસ બાદ બોલ્ડ લુક ધારણ કરી લીધો.

કો-એક્ટર સાથે પણ આપ્યા જબરદસ્ત પોઝ
અમીષાએ તેના લુકને પૂર્ણ કરવા માટે, હાઈ બન, મિનિમલ મેકઅપ અને હાઈ હીલ્સ કેરી કરી હતી. આ લુકમાં સકીનાએ એવા કિલર પોઝ આપ્યા હતા કે તેના લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ સેલિબ્રેશનમાં અમીષાએ પોતાના કો-એક્ટર સની દેઓલ એટલે કે તારા સિંહ સાથે જબરદસ્ત પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ દરમિયાન બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાતા હતા. સની દેઓલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો અને આ સાથે અભિનેત્રીએ તેની ફિલ્મના અન્ય સ્ટાર્સ સાથે પોઝ પણ આપ્યા હતા.

Shah Jina