ખુશખબરી: અમદાવાદમાં કાલથી આ જગ્યાએ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરુ કરશે, 1000 ચાર્જ ચુકવવો પડશે

ગુજરાતમાં હજુ ઘણા લોકો છે જે વેક્સીન સ્લોટની રાહ જોઈ રહ્યા છે પણ મળતા નથી. આ રાહ જોઈ રહેલાં અમદાવાદીઓ માટે એક શુભ સમાચાર સામે આવ્યા છે.

હવે કાલથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન એપોલો હોસ્પિટલ દ્વારા ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન કરવામાં આવશે અને આ માટે 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 18થી વધુ વયના લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર એપોલો હોસ્પિટલ દ્વારા ડ્રાઈવ થ્રુ રસીની કામગીરી શરુ કરવામાં આવશે અને આવતી કાલે એટલે કે ગુરુવારથી સવારે 9 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી શહેરમાં GMDC ગ્રાઉન્ડ પર AMC સાથે મળીને PPP ધોરણે વેક્સિનની કામગીરી શરુ કરાશે. રોજના એક હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 % લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે.

બાકી મ્યુકર્માઈકોસિસની વાત કરીએ તો આ બાબતે ગુજરાત CM રૂપાણીએ ટાસ્કફોર્સની રચના કરી છે. જેમાં 11 તજજ્ઞ તબીબોની ટીમ એક્ટિવ રહેશે. આ ટીમ રોગચાળાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ-સારવાર માટેની કામગીરી પર ધ્યાન આપશે.

YC