દીકરીના શબને ખભા ઉપર લઈને જવા માટે મજબુર થયો એક પિતા, વોર્ડબોયે માંગ્યા 1 હજાર તો એમ્બ્યુલન્સ ડ્રાઈવરે અધધધધ

કોરોના વાયરસના કારણે આખી દુનિયા હેરાન થઇ ગઈ છે, આ કાળમુખા વાયરસે કેટલાય પરિવારોને ઉજાળી નાખ્યા છે, તો આ દરમિયાન ઘણા એવા દૃશ્યો પણ જોવા મળ્યા છે જેને જોઈને આપણું કાળજું પણ કંપી ઉઠે.

આ મહામારીના સમયમાં પણ ઘણા લોકો પોતાની માનવતા ભૂલી અને પોતાના ખિસ્સા ભરવામાં લાગી ગયા, જેના પણ ઘણા કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ બરોજ જોતા હોઈએ છીએ.

હાલ એવો જ એક કિસ્સો રાજસ્થાનના કોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોરોના સંક્રમિત દીકરીના શબને દીકરીના પિતા ખભા ઉપર ઊંચકીને હોસ્પિટલની બહાર લાવ્યા હતા. એટલું જ નહીં કોટાથી ઝાલાવાડ સુધી જવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા 35 હજાર રૂપિયા પણ મંગાવામાં આવ્યા.  જેના કારણે હારીને પિતા દીકરીના શબને પોતાની કારની અંદર જ ઝાલાવાડ લઈને આવી ગયા.

કોટાના DCM વિસ્તારમાં રહેનારા મધુરાજાએ જણાવ્યું કે તમેની ભાણી સીમા ઝાલાવાડમાં રહેતી હતી. 7 મેના રોજ તે કોરોના સંક્રમિત થઇ ગઈ હતી. જેના બાદ તેને કોટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસમાં સીટી સ્કોર 22/25 હતો.

જયારે સેચુરેશન 31 રહી ગયું હતું. હાલત ક્રિટિકલ થવા ઉપર તેને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી. આઈસીયુમાં દાખલ કર્યા બાદ ધીમે ધીમે તેની તબિયતમાં સુધારો થઇ રહ્યો હતો. ઓક્સિજન સપોર્ટ વગર જ સેચુરેશન 60ની ઉપર જતું રહ્યું હતું.

તેમને આગળ જણાવ્યું કે સીમાને આઈસીયુમાં હાઈ ફ્લો ઓક્સિજન ઉપર રાખવામાં આવી હતી. જ્યાં તે પહેલાથી વધુ સારી થઇ ગઈ, પરંતુ 20 મેના રોજ ડોકટરે તેને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું.

ડોક્ટરની વાત ઉપર પરિવારના બધા જ સદસ્યોએ તેમને કહ્યું કે હમણાં સીમાને આઇસીયુ વોર્ડમાંથી ના સીફ્ટ કરવામાં આવે. તેને હાઈ ફ્લો ઓક્સિજનની જરૂર છે. પરંતુ તેમનું કોઈએ ના સાંભળ્યું.  નોર્મલ વોર્ડમાં ઓક્સિજન સપ્લાય સહેજ પણ સારો નહોતો. સીમાની તબિયત બગડવા લાગી જેના બાદ 23 મેના રોજ તેનું નિધન થઇ ગયું.

મધુરાજે આગળ જણાવ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેવી કેમ ના હોય, માણસ પૈસા વગર કામ કરવા માટે તૈયાર નથી થતો. દરેક વ્યક્તિ પૈસા પડાવવા માટે જ બેઠો છે, સીમાના નિધન બાદ તેના શબને વોર્ડની બહાર લાવવા માટે વોર્ડ બૉયે 1 હજાર રૂપિયાની માંગણી કરી. પૈસા ના આપવા ઉપર તેને શબને હાથ પણ ના લગાવ્યો.

જેના બાદ તેના પિતા શબને વોર્ડમાંથી નીચે સુધી સ્ટ્રેચર ઉપર લાવ્યા. ત્યારબાદ ખભે મૂકી અને ગાડી સુધી પહોચાડ્યું. જયારે બહાર ઉભી એમ્બ્યુલન્સમાં ઝાલાવાડ સુધી શબને લઇ જવાની વાત કરવામાં આવી તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે 35 હજાર ભાડું કહ્યું તો બીજાએ 18 હજાર અને ત્રીજાએ 15 હજાર રૂપિયા જણાવ્યું.

ત્યારબાદ સીમાના પિતા શબને પોતાની જ ગાડીમાં લઈને ઘરે પહોંચ્યા. ગાડીની આગળની સીટ ઉપર શબને રાખ્યું અને સીટ બેલ્ટ બાંધી દીધો. આ દરમિયાન બીજો એક વ્યક્તિ પણ પોતાની કારમાં શબને રાખીને લઇ જઈ રહ્યો હતો. ત્યાં પણ કોઈ વોર્ડ બોય નહોતો. પરિવારજનોએ જાતે જ સ્ટ્રેચર ઉપરથી શબને ઉઠાવીને કારમાં રાખ્યું.

Niraj Patel