વાહ અંબાણી વાહ, તમારી દરિયાદિલી, મોંઘા મહેમાનોને રૂમમાં આપી આ ખાસ ગિફ્ટ, જુઓ

એશિયાના સૌથી રીચેસ્ટ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ વેડિંગ સેરેમની આજથી શરૂ થઇ રહી છે. આ સેરેમની એટેન્ડ કરવા આપણા દેશના અને વિદેશની મોટી મોટી હસ્તીઓ આવી ચુકી છે ત્યારે આખા જામનગરમાં ખુશીનો માહોલ છવાયેલો છે.

અનંત અંબાણી તેમના મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આપણા દેશના પીઢ બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને તેમના પત્ની અનુરાધા મહિન્દ્રા શુક્રવારે જામનગર પહોંચ્યા હતા. તેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આ પ્રિ-વેડિંગ ફંક્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં મહેમાનોના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રી વેડિંગમાં સામેલ થવા માટે દેશ વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છીએ. આ બધી મોટી મોટી હસ્તીઓને રોકાવા ટેન્ટ સીટી બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ટેન્ટ નથી. તેમાં અંદર ત્રણ રુમ બનેલા છે. શુક્રવારે સાઈના નેહવાલે મહેમાનો માટે સજાવેલા ટેન્ટની ઝલક દેખાડી હતી. આ ખૂબ જ આલિશાન રીતે તૈયાર કર્યા છે.

આજે સાઈના નેહવાલએ એક વીડિયો શેર કર્યો જેમાં તે ફોલોવર્સને માટીના રંગોથી સજાવેલા વિશાળ તંબૂની અંદર લઈ ગઈ, જેમાં મહેમાનો માટે રહેવા દરમ્યાન જરુરી સુવિધાઓ, એક જુની શૈલીમાં બનાવેલા બેડ અને તૈયાર થવા માટે એક અલગથી વૈનિટી રુમ પણ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે, જામનગરમાં કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ નથી તો પણ દેશ વિદેશના સ્પેશિયલ ગેસ્ટને ટાઈલવાળા બાથરુમ સહિત સર્વોત્તમ સુવિધાઓવાળા શાનદાર ટેન્ટવાળા ઘર બનાવ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી નાના અનંત અંબાણીના લગ્ન આ વર્ષના અંતમાં એનકોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચેન્ટ અને શૈલા મર્ચેન્ટની નાની દીકરી રાધિકા મર્ચેન્ટ સાથે થવાના છે.

અનંત અંબાણીની સગાઇ પોતાની જ બાળપણની મિત્ર અને વેપારી વીરેન મર્ચન્ટની (Viren Merchant) પુત્રી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે થઇ ચુકી છે. આજે એટલે કે 1 માર્ચ 2024 થી અનંત-રાધિકા (Anant-Radhika) નું પ્રીવેડિંગ ફંક્શન શરૂ થઇ ચુકી છે.

આ બધા ખાસ મહેમાનો માટે તેમના રૂમમાં ખાસ હાથથી લખેલા પત્ર સહિતની ભેટ મૂકવામાં આવી છે. આ પત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સાથે તેમના માતા-પિતા દ્વારા લખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી ચુકી છે. જેથી રાજકારણમાં રાધિકાને ખાસ રસ છે. જેથી તે ભવિષ્યમાં રાજકારણમાં એન્ટ્રી કરે તો નવાઇ નહી. જો તે આવું કરે તો અંબાણી પરિવારની પહેલી વ્યક્તિ હશે જે રાજકારણમાં એન્ટ્રી લેશે.

હેર આર્ટિસ્ટ અમિત ઠાકુરે VVIP રૂમમાંથી અંબાણી પરિવારે ગેસ્ટને રૂમમાં જે વેલકમ ગિફ્ટ મૂકવામાં આવી હતી તેને શેર કરી છે.

YC