જોડિયા બાળકોને લઈને મુંબઈ પહોંચી ઈશા, ભવ્ય કાર્યક્રમની શરૂ થઇ તૈયારીઓ, અંબાણી પરિવાર કરશે અધધધ 300 કિલો સોનાનું દાન, જાણો

વાહ વાહ, દેશનું ગર્વ અંબાણી પરિવાર 300 કિલો સોનાનું દાન કરશે, જુઓ નવી તસવીરો અને વીડિયો

ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આજે ઉજવણી કરી રહ્યા છે, આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આજે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના જોડિયા બાળકો સાથે ભારત આવી છે. અંબાણી પરિવારે ઈશા અને તેમના સુંદર બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પોતે પોતાની દીકરીને લેવા એરપોર્ટ પહોંચ્યા હતા.

નવેમ્બર 2022માં ઈશા અંબાણીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સીડર સેનાઈ ખાતે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેનું નામ કૃષ્ણા અને આદિયા છે. બાળકોના આગમન બાદ ઈશા પહેલીવાર ભારત પોતાના ઘરે આવી છે. અંબાણી પરિવારના સભ્યો તેમના પૌત્ર-પૌત્રીઓને મળવા આતુર હતા. ભારતના વિવિધ મંદિરોમાંથી ઘણા પંડિતોને કરુણા સિંધુ, ઈશા અંબાણીના વર્લી સ્થિત ઘરે બોલાવવામાં આવ્યા છે. અહી બાળકો માટે ભવ્ય પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જોડાયેલી એક વાત પણ સામે આવી છે. ચર્ચા એવી ચાલી રહી છે કે અંબાણી પરિવાર પણ બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યો છે. આ પૂજાના ભોજનનું મેનુ પણ સિંપલ નથી. રસોઇ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ કેટરર્સને બોલાવવામાં આવ્યા છે. અંબાણી પરિવાર તેમના ઘરના ભવ્ય સમારોહમાં ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએથી વિશેષ પ્રસાદ પીરસશે.

ખાસ વાત એ છે કે ઈશા અને તેના બાળકો કતારથી ફ્લાઈટમાં મુંબઈ આવ્યા છે, જેને ખુદ કતારના નેતાએ મોકલી હતી. કતારના નેતા મુકેશ અંબાણીના સારા મિત્ર છે. મળતી માહિતી અનુસાર, મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની એક ટીમ પણ લોસ એન્જલસ પહોંચી ગઈ છે, જેઓ ઈશા અને બાળકોને તેમની દેખરેખ હેઠળ મુંબઈ લાવ્યા છે.

અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ ચિકિત્સકોમાંના એક ડૉ. ગિબ્સન પણ ડૉક્ટરોની ટીમ સાથે હતા. તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે જોડિયા બાળકોની ફ્લાઇટ સફર સલામત છે. તેમજ બાળકોની સંભાળ રાખવા માટે 8 ટ્રેન કરવામાં આવેલી આયા યુએસએથી મુંબઈ આવી છે. આ તમામ ઈશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે.

પર્કિન્સ એન્ડ વિલે કરુણા સિંધુ અને એન્ટિલિયા ખાતે બાળકો માટે નર્સરી ડિઝાઇન કરી હતી. તેમની પાસે ફરતી પથારી અને સ્વયંસંચાલિત છત છે જેથી બાળકો કુદરતી સૂર્યપ્રકાશનો આનંદ માણી શકે. નર્સરીમાં તમામ ફર્નિચર લોરો પિયાના, હર્મેસ અને ડાયર જેવી મોટી બ્રાન્ડ્સમાંથી બનાવેલ કસ્ટમ છે. ઈશાના બાળકો વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઇન બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગુચી અને લોરો પિયાનાના પોશાક પહેરશે. એટલું જ નહીં, તેમને BMWની એક્સક્લુઝિવ ડિઝાઈનર કાર સીટો પર બેસાડવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel